આ છે ટીમ ઈન્ડિયાનો એક એવો બેટ્સમેન, જેનો કોઈ બોલર નથી કરી શક્યો શિકાર
ક્રિકેટની દુનિયામાં દરરોજ નવા રેકોર્ડ બનતા હોય છે અને રોજ તૂટતા હોય છે. હાલ પાકિસ્તાનના યુવા બેટ્સમેન ફખર જમા અઅને ઈમામ ઉલ હક, ઈંગ્લેન્ડના જો રૂટની ચર્ચાઓ છે.
Trending Photos
નવી દિલ્હી: ક્રિકેટની દુનિયામાં દરરોજ નવા રેકોર્ડ બનતા હોય છે અને રોજ તૂટતા હોય છે. હાલ પાકિસ્તાનના યુવા બેટ્સમેન ફખર જમા અઅને ઈમામ ઉલ હક, ઈંગ્લેન્ડના જો રૂટની ચર્ચાઓ છે. ફખર જમાએ ઝિમ્બાબવે વિરુદ્ધ ચોથી વનડેમાં 156 બોલ પર અણનમ 210 રન ફટકારીને વનડેમાં ધમાલ મચાવી દીધી છે. આવું કારનામું કરનાર તે પાકિસ્તાનનો પહેલો બેટ્સમેન છે. આગામી મેચમાં જ તેણે વનડેમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો. જ્યારે ઈમામ ઉલ હકે માત્ર 9 મેચોમાં 4 સદીઓ ફટકારી નાખી.
આ જ ક્રમમાં અહીં ભારતના એક એવા બેટ્સમેનની વાત કરીએ છીએ કે જેને વનડેમાં અત્યાર સુધી કોઈ બોલર આઉટ કરી શક્યો નથી. આ ક્રિકેટર છે સૌરભ તિવારી, સૌરભ તિવારીએ હજુ સુધી 3 વનડે મેચો રમી છે. આ ત્રણેય મેચોમાં હજુ કોઈ બોલર તેને આઉટ કરી શક્યું નથી. જો કે તિવારી 2010 બાદથી વનડેની ટીમમાંથી બહાર છે. મુંબઈ ઈન્ડિયને 2018ની સીઝન માટે સૌરભ તિવારીને 80 લાખમાં ખરીદ્યો હતો.
યાદગાર હતો વનડે ડેબ્યુ
સૌરભે 20 ઓક્ટોબર 2010ના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં ડેબ્યુ કર્યું હતું. ડેબ્યુ મેચ સૌરભ માટે યાદગાર કહી શકાય કારણ કે આ મેચમાં તેણે ખુબ નાની પરંતુ મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 3 વિકેટ પર 289 રન બનાવ્યાં હતાં. માઈકલ ક્લાર્કે અણનમ 111 રન કર્યાં હતાં.
સૌરભે 17 બોલમાં અણનમ 12 રન કર્યા હતાં. તેણે બે શાનદાર ચોગ્ગા પણ માર્યા હતાં. તિવારી જે સમયે બેટિંગ કરવા આવ્યો હતો તે સમયે ભારતની સ્થિતિ ખુબ જ નાજુક હતી. ધોની ખાતુ ખોલાવ્યાં વગર આઉટ થઈ ગયો હતો. પરંતુ સૌરભે નિરાશ ન કર્યાં અને સુરેશ રૈના સાથે મળીને ભારતને જીત અપાવી હતી. રૈનાએ આ મેચમાં 47 બોલમાં અણનમ 71 રન કર્યા હતાં. ભારતે 5 વિકેટથી આ મેચ જીતી હતી.
ફોર્મેટ | મેચ | ઈનિંગ | કુલ રન |
વનડે | 3 | 2 | 49 |
ટી-20 આઈપીએલ | 81 | 65 | 1276 |
બીજી વનડેમાં પણ સૌરભ રહ્યો અણનમ
સૌરભને બીજી તક 7 ડિસેમ્બેર 2010ના રોજ મળી. બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂઝિલેન્ડે પહેલા બેટિંગ કરીને ભારત સામે 315 રનનો લક્ષ્યાંક રાખ્યો. જવાબમાં ભારત તરફથી યુસૂફ પઠાણે 96 બોલમાં અણનમ 123 રનની ઈનિંગ ફટકારી હતી. પઠાણે 7 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગા ફટાકાર્યા હતાં. સૌરભ તિવારીએ યુસૂફને સારો સાથ આપ્યો. તેણે 39 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 37 રન કર્યાં અને ટીમને જીત અપાવી હતી. ભારત 5 વિકેટથી આ મેચ જીત્યું હતું.
ત્રીજી મેચમાં બેટિંગ કરવાની તક ન મળી
સોરભે પોતાની ઈન્ટરનેશનલ વનડે કેરિયરની ત્રીજી મેચ 10 ડિસેમ્બર 2016ના રોજ એમએ ચિદંબરમ સ્ટેડિયમ ચેન્નાઈમાં ન્યૂઝિલેન્ડ સામે રમી હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડની આખી ટીમ 27.1 ઓવરમાં 103 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 21.1 ઓવરમાં આ મેચ 8 વિકેટથી જીતી લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે