હાર્દિક બન્યો આરોપી નંબર 17 : હાર્દિક, લાલજી પટેલને 2 વર્ષની સજા

આ તોડફોડ મામલે 8 શખ્સો અને 500ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હાર્દિક પટેલે ચુકાદા અંગે વાત કરતા કહ્યું હતું કે તે નિર્દોષ છે અને ત્રણ વર્ષમાં તેમણે ઘણું જ ભોગવ્યું છે. જે ચુકાદો આવશે તે મને સ્વીકાર્ય છે. 

હાર્દિક બન્યો આરોપી નંબર 17 : હાર્દિક, લાલજી પટેલને 2 વર્ષની સજા

મહેસાણા: વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા છે. 23 જુલાઈ 2015નો રોજ પાટીદાર અનામત રેલીમાં યોજાઈ હતી. વિસનગર ચોથા એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ અગ્રવાલની કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને કલમ 148 હેઠળ દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે 120 બી ગ્રાહ્ય રાખી ન હતી.

તાજેતરમાં મળતી માહિતી મુજબ હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એકે પટેલને 2-2 વર્ષની સજા સંભળાવી છે. તથા 50-50 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તથા હાર્દિક પટેલને કે આરોપી નંબર 17, લાલજી પટેલને આરોપી 06 અને અંબાલાલ પટેલને આરોપી નંબર 05 (એકે પટેલ) આપવામાં આવ્યો છે. કોર્ટના ચૂકાદા બાદ કોર્ટ સંકુલમાં પોલીસ કાફલો ગોઠવાઇ ગયો છે. હાર્દિક પટેલ સહિત આ ચૂકાદાને ઉપલી કોર્ટમાં પડકારી શકે છે. 

ચૂકાદાને લઇને હાર્દિક પટેલે ફેસબુક લાઈવ કરીને સમર્થકોને શાંતિ જાળવવા માટે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિસનગર હિંસા કેસમાં પાસના નેતા હાર્દિક પટેલ, એસપીજીના લાલજી પટેલ સહિત 17 વિરુધ્ધ ગુનો નોંધાયો હતો.

વિસનગરમાં ત્રણ વર્ષ પૂર્વે પાટીદાર અનામતઆંદોલન સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ ધારાસભ્ય કાર્યાલય સહિતના તોડફોડ કેસમાં શહેર પોલીસ મથકે પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.ના લાલજી પટેલ સહિત સ્થાનિક પાટીદાર આગેવાનો સહિત 17 વિરુધ્ધ ગુનો દાખલ થયો હતો. જે ગુનો અનામત આંદોલનનો રાજ્યમાં પ્રથમ ગુનો હતો. જે કેસ હાલમાં ચોથા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ છે. જ્યારે કેસની આજે બુધવારે મુદ્દત હોવાથી કેસનો ચુકાદો આવે તેવી શક્યતાઓ રહેલી છે.

શું છે મામલો? 

  •     જૂલાઇ 2015માં પાટીદાર અનામત સમિતિની રેલીનો મામલો 
  •     પાટીદારોની રેલી દરમિયાન બબાલ થઇ હતી 
  •      BJPના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરી હતી તોડફોડ 
  •     સાથે લૂંટફાટ પણ કરવામાં આવી હતી 
  •     ઉપરાંત 2016માં ધારાસભ્યની કાર પર પથ્થર ફેંકયો હતો 
  •     વિસનગરમાં આઇટીઆઇ સર્કલ પાસે ફેંકયો હતો પથ્થર 
  •     હાર્દિક, લાલજી સહિતના લોકો સામે વોરંટ ઇશ્યૂ 
  •     વિસનગર કોર્ટે વોરંટ ઇશ્યૂ કર્યો 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news