Khel Ratna Award Winners: રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત, મનુ ભાકર સહિતના આ દિગ્ગજોને મળ્યો ખેલ રત્ન એવોર્ડ

Khel Ratna Award Winners: રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોની જાહેરાત થઈ ગઈ છે. પેરિસ ઓલિમ્પિક્સમાં ડબલ મેડલિસ્ટ મનુ ભાકર સહિત અન્ય એથલીટોની યાદી જાહેર થઈ છે, જેનું ખેલ રત્ન પુરસ્કારથી સન્માન કરવામાં આવશે.

 Khel Ratna Award Winners: રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત, મનુ ભાકર સહિતના આ દિગ્ગજોને મળ્યો ખેલ રત્ન એવોર્ડ

Khel Ratna Award Winners: યુવા તથા ખેલ મંત્રાલયે તે એથલીટોની યાદી જાહેર કરી દીધી છે, જેનું આ વખતે ખેલ રત્નથી સન્માન કરવામાં આવશે. મનુ ભાકર, ડી ગુકેશ સિવાય પ્રવીણ કુમારનું મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માન કરવામાં આવશે. પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પોતાની આગેવાનીમાં હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડનાર હરમનપ્રીત સિંહને પણ ખેલ રત્ન મળશે. આ એથલીટોનો સન્માન સમારોહ 17 જાન્યુઆરી 2025ના રાષ્ટ્રપતિ ભવનમાં સવારે 11 કલાકે શરૂ થશે. 

સમિતિઓ દ્વારા કરવામાં આવેલી ભલામણના આધાર પર મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પેરા એથલીટ પ્રવીણ કુમારને સરકારે ખેલ રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા મનુ ભાકરનું નામ ખેલ રત્ન પુરસ્કાર મેળવનારા એથલીટોની ભલામણ યાદીમાં સામેલ ન હોવાથી વિવાદ થઈ ગયો હતો. પરંતુ બાદમાં મનુએ સ્વીકાર્યું હતું કે કદાચ તેના પક્ષથી ભૂલ થઈ હશે. 

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક્સમાં શૂટિંગમાં બે મેડલ જીતી ઈતિહાસ રચી દીધો હતો. તે એક ઓલિમ્પિકમની સિંગલ સ્પર્ધામાં 2 અલગ-અલગ મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથલીટ બની હતી. આ સિવાય હરમનપ્રીત સિંહે પોતાની આગેવાનીમાં ભારતીય હોકી ટીમને સતત બીજો ઓલિમ્પિક મેડલ અપાવ્યો હતો. જ્યારે ડી ગુકેશ થોડા અઠવાડિયા પહેલા જ ચેસના ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. તેણે માત્ર 18 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો. પ્રવીણ કુમારે પેરાલિમ્પિક્સની T64 શ્રેણીની હાઈ-જમ્પ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે રમત મંત્રાલયે કુલ 32 ખેલાડીઓની યાદી જાહેર કરી છે જેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં 17 પેરા એથ્લેટ્સ રાખવામાં આવ્યા છે.

આ ખેલાડીઓને મળશે અર્જુન એવોર્ડ -
જ્યોતિ યારાજી - એથ્લેટિક્સ
અન્નુ રાની - એથ્લેટિક્સ
નીતુ - બોક્સિંગ
સ્વીટી - બોક્સિંગ
વંતિકા અગ્રવાલ - ચેસ
સલીમા ટેટે - હોકી
અભિષેક - હોકી
સંજય - હોકી
જરમનપ્રીત સિંહ - હોકી
સુખજીત સિંહ - હોકી
રાકેશ કુમાર - પેરા-તીરંદાજી
પ્રીતિ પાલ - પેરા એથ્લેટિક્સ
જીવનજી દીપ્તિ - પેરા એથ્લેટિક્સ
અજીત સિંહ - પેરા એથ્લેટિક્સ
સચિન સર્જેરાવ ખિલારી - પેરા એથ્લેટિક્સ
ધરમબીર - પેરા એથ્લેટિક્સ
પ્રણવ સુરમા – પેરા એથ્લેટિક્સ
એચ હોકાટો સેમા – પેરા એથ્લેટિક્સ
સિમરન જી - પેરા એથ્લેટિક્સ
નવદીપ - પેરા એથ્લેટિક્સ
નિતેશ કુમાર - પેરા-બેડમિન્ટન
તુલાસીમાથી મુરુગેસન – પેરા-બેડમિન્ટન
નિત્ય શ્રી સુમતિ શિવન - પેરા-બેડમિન્ટન
મનીષા રામદાસ - પેરા-બેડમિન્ટન
કપિલ પરમાર – પેરા-જુડો
મોના અગ્રવાલ - પેરા-શૂટિંગ
રૂબીના ફ્રાન્સિસ - પેરા-શૂટિંગ
સ્વપ્નિલ સુરેશ કુસલે - શૂટિંગ
સરબજોત સિંહ - શૂટિંગ
અભય સિંહ - સ્ક્વોશ
સાજન પ્રકાશ - તરવું
અમન - સ્વિમિંગ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news