7th Pay commission: 2025ની શરૂઆત કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા ધમાકા સાથે! આ વખતે મોંઘવારી ભથ્થામાં આટલો વધારો થશે
7th Pay Commission DA Hike 2025: ઓક્ટોબર 2024 સુધીના જારી આંકડાના આધાર પર નક્કી છે કે જાન્યુઆરી 2025માં ડીએમાં ત્રણ ટકાનો વધારો થવાની સંભાવના છે. નવેમ્બર અને ડિસેમ્બરના આંકડાની રાહ જોવાઈ રહી છે. ત્યારબાદ ફાઇનલ નંબર નક્કી થશે.
Trending Photos
7th Pay Commission DA Hike 2025: નવું વર્ષ 2025 કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ખુશીના સમાચાર લઈને આવી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થા (Dearness Allowance-DA) માં વધારાની રાહ જોઈ રહ્યાં છે. સાતમાં પગાર પંચ હેઠળ DA ની ગણતરી AICPI (All India Consumer Price Index) ના આધાર પર કરવામાં આવે છે. આ વખતે જુલાઈથી ડિસેમ્બર 2025 સુધીના AICPI ઈન્ડેક્સના આંકડા તેને નક્કી કરશે. ઓક્ટોબર 2024 સુધી જારી કરાયેલા ડેટાના આધારે, તે નિશ્ચિત છે કે જાન્યુઆરી 2025માં DAમાં 3%નો વધારો થવાની સંભાવના છે. નવેમ્બર અને ડિસેમ્બરના આંકડાની રાહ જોવાઈ રહી છે. આ પછી પણ અંતિમ સંખ્યા નક્કી કરવામાં આવશે. જો નવેમ્બર અને ડિસેમ્બર 2024માં આ આંકડો 145ની આસપાસ રહે છે, તો જાન્યુઆરી 2025માં DA વધીને 56% થઈ જશે.
કેન્દ્રીય કર્મચારીઓને કેટલો ફાયદો થશે?
AICPI (All India Consumer Price Index)કેન્દ્રીય કર્મચારીઓના ડીએ વધારાનો મુખ્ય આધાર હોય છે. ઓક્ટોબર 2024ના આંકડા અનુસાર ઈન્ડેક્સ 144.5 પોઈન્ટ પર પહોંચી ગયો છે. પાછલા મહિનાના ડેટાને જોડીને એ સ્પષ્ટ થાય છે કે સરકાર નવા વર્ષમાં DA 53% થી વધારીને 56% કરી શકે છે. મોંઘવારી ભથ્થામાં 3%ના વધારા સાથે, કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં દર મહિને નોંધપાત્ર વધારો થશે. જો ડીએમાં 3%નો વધારો થશે તો કર્મચારીઓના પગારમાં મોટો ફેરફાર થશે.
સાતમાં પગાર પંચ અનુસાર મોંઘવારી ભથ્થાનું રિવીઝન વર્ષમાં બે વખત (જાન્યુઆરી અને જુલાઈ) માં કરવામાં આવે છે. આ રિવીઝન AICPI ઈન્ડેક્સની એવરેજ પર આધારિત હોય છે. આ વખતે જાન્યુઆરી 2025ના ડીએ રિવીઝન માટે જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના AICPI આંકડાને ધ્યાનમાં રાખવામાં આવશે.
AICPI ઈન્ડેક્સ: શું કહે છે પાછલો ટ્રેન્ડ?
સપ્ટેમ્બર 2024માં AICPI નો આંકડો 143.7 પર હતો. ઓક્ટોબર 2024માં તે 144.5 પર પહોંચી ગયો હતો, જેથી ડીએનો સ્કોર 55.05% ની નજીક પહોંચી ગયો હતો. નવેમ્બર 2024માં જો તેમાં સીધો એક પોઈન્ટનો વધારો થાય છે તો તે 145.5 પર પહોંચી જશે અને આ સ્થિતિમાં DA 55.63% સુધી પહોંચી જશે. તો ડિસેમ્બરમાં જો ઈન્ડેક્સમાં 0.50 પોઈન્ટનો વધારો થાય છે તો તે 146 પોઈન્ટ હશે. આ સ્થિતિમાં મોંઘવારી ભથ્થું 56.29 ટકા હશે. પરંતુ આ બધુ ડિસેમ્બરમાં જારી થનારા ઔપચારિક આંકડા પર નિર્ભર કરશે.
બજેટ 2025 પર પણ નજર
કેન્દ્રીય કર્મચારીઓની નજર બજેટ પર પણ હશે. જાન્યુઆરીમાં ડીએ વધારા સિવાય 1 ફેબ્રુઆરી 2025ના રજૂ થનાર બજેટમાં પણ કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી જાહેરાત થઈ શકે છે.
સરકાર ક્યારે જાહેરાત કરશે?
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની ઔપચારિક જાહેરાત સામાન્ય રીતે માર્ચમાં કરવામાં આવે છે. સરકાર તેને હોળી પહેલા રિલીઝ કરી શકે છે. જો કે અંતિમ આંકડા ન આવે ત્યાં સુધી જાહેરાત ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે. માર્ચમાં જાહેરાત પછી, તે કર્મચારીઓને તેમના એપ્રિલ 2025 ના પગારમાં ઉમેરીને આપી શકાય છે. પેન્શનધારકોને પણ આનો લાભ મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે