IPL 2020: કેવિન પીટરસને સીઝનની વચ્ચે છોડી કોમેન્ટ્રી, ત્રણ ટીમોને ગણાવી ટાઇટલની દાવેદાર

પીટરસને પોતાના બાળકોની સાથે સમય પસાર કરવા માટે આઈપીએલમાં કોમેન્ટ્રી છોડી છે. તેણે કહ્યુ કે, મારા બાળકોની હાફ-ટર્મ છે અને હું તેની સાથે રહેવા ઈચ્છુ છું.

  IPL 2020: કેવિન પીટરસને સીઝનની વચ્ચે છોડી કોમેન્ટ્રી, ત્રણ ટીમોને ગણાવી ટાઇટલની દાવેદાર

દુબઈઃ ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને પોતાના પરિવારની સાથે સમય પસાર કરવા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020  (IPL 2020)ની કોમેન્ટ્રી પેનલને છોડવાનો નિર્ણય કર્યો છે. તે યૂએઈથી ઈંગ્લેન્ડ માટે રવાના થયો છે. ઈંગ્લેન્ડ તરફથી 104 ટેસ્ટ મેચ રમી ચુકેલ આ 40 વર્ષીય ખેલાડી આઈપીએલમાં પણ રમી ચુક્યો છે. તેણે ટૂર્નામેન્ટ છોડીને જતા પહેલા ત્રણ ટીમોને આઈપીએલ 2020ના ટાઇટલની દાવેદાર ગણાવી છે. 

પીટરસને પોતાના બાળકોની સાથે સમય પસાર કરવા માટે આઈપીએલમાં કોમેન્ટ્રી છોડી છે. તેણે કહ્યુ કે, મારા બાળકોની હાફ-ટર્મ છે અને હું તેની સાથે રહેવા ઈચ્છુ છું. તેથી મેં આઈપીએલમાં કોમેન્ટ્રી છોડી છે. આ એક અજીબ વર્ષ રહ્યું છે. તે સ્કૂલ જઈ રહ્યાં નથી. હું તેની સાથે આખો દિવસ રહેવા ઈચ્છુ છું. તેણે ટ્વીટ કરીને આ વાત કરી છે. 

— Kevin Pietersen🦏 (@KP24) October 16, 2020

બ્લોગ પર આઈપીએલ 2020 ટૂર્નામેન્ટ પર પોતાના વિચારો રાખ્યા
પીટરસને પોતાના વિદાયની જાહેરાત બાદ એક બ્લોગ પર આઈપીએલ 2020 ટૂર્નામેન્ટ પર પોતાના વિચારો રાખ્યા હતા. તેણે કહ્યું કે, તે બોલરોના પ્રદર્શનથી ઘણો ખુશ છે. તેણે કહ્યું કે, ખેલાડી જેટલો દૂર સુધી બોલને મારી શકે છે. બોલ સ્ટેડિયમની બહાર જતો રહે છે. આ જોઈને ખુબ મજા આવે છે, પરંતુ તે જોઈને પણ સારૂ લાગે છે કે બોલર શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને લખ્યું કે, આઈપીએલ 2020મા ત્રણ ટીમો વચ્ચે લડાઈ જોવા મળશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ. 

DCvsCSK: આજે દિલ્હી સામે ચેન્નઈની ટક્કર, જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ડિવિલિયર્સને લઈને કોહલીની ટીકા
પીટરસને ગુરૂવારે આરસીબી કેપ્ટન વિરાટ કોહલી દ્વારા કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ નંબર 6 પર એબી ડિવિલિયર્સને મોકલવાના નિર્ણયની ટીકા કરી હતી. આ પહેલા એબીડીએ કોલકત્તા વિરુદ્ધ ચોથા ક્રમે બેટિંગ કરતા 33 બોલ પર 73 રનની ઈનિંગ રમી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news