બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે કપિલ દેવનો મિત્ર, મદદ માટે આગળ આવ્યું BCCI, 1 કરોડની જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ અંશુમન ગાયકવાડની સારવાર માટે 1 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે, જેઓ લંડનમાં કેન્સરની સારવાર લઈ રહ્યા છે. બીસીસીઆઈનો આ નિર્ણય પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને સંદીપ પાટીલની ભાવનાત્મક અપીલ બાદ આવ્યો છે, જેમણે ક્રિકેટ બોર્ડને ગાયકવાડની મદદ કરવાની વિનંતી કરી હતી.

બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે કપિલ દેવનો મિત્ર, મદદ માટે આગળ આવ્યું BCCI, 1 કરોડની જાહેરાત

Anshuman Gaekwad: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ અંશુમન ગાયકવાડની સારવાર માટે 1 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે, જેઓ લંડનમાં કેન્સરની સારવાર લઈ રહ્યા છે. બીસીસીઆઈનો આ નિર્ણય પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને સંદીપ પાટીલની ભાવનાત્મક અપીલ બાદ આવ્યો છે. જેમણે ક્રિકેટ બોર્ડને ગાયકવાડની મદદ કરવાની વિનંતી કરી હતી. BCCI સેક્રેટરી જય શાહે દેશના ક્રિકેટ બોર્ડને અંશુમન ગાયકવાડની સારવાર માટે 1 કરોડ રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો છે. 71 વર્ષીય ગાયકવાડ ગયા વર્ષથી લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

BCCIએ આપ્યું નિવેદન
બીસીસીઆઈએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે જય શાહે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) કેન્સર સામે લડી રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડને આર્થિક સહાય પુરી પાડવા માટે તાત્કાલિક ધોરણે 1 કરોડ રૂપિયાની જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટન ડીકે ગાયકવાડના પુત્ર અંશુમન ગાયકવાડની લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી છે.

જય શાહે પરિવાર સાથે કરી વાત
નિવેદન અનુસાર, શાહે ગાયકવાજના પરિવાર સાથે પણ વાત કરી અને સ્થિતિ વિશે વિગતવાર માહિતી મેળવીને આર્થિક મદદ મેળવી છે. બોર્ડ સંકટના આ સમયમાં ગાયકવાડના પરિવારની સાથે છે અને ગાયકવાડને જલ્દી સ્વસ્થ કરવા માટે જે પણ જરૂરી હશે, તે મદદ કરાશે. નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે બીસીસીઆઈ ગાયકવાડની પ્રોગ્રેસ પર નજર રાખશે અને તેમણે વિશ્વાસ છે કે તેઓ આ મુશ્કેલ સમયમાંથી જલ્દી બહાર નીકળશે.

કપિલ દેવે BCCIને કરી હતી અપીલ
ભારતના 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે બીસીસીઆઈને પોતાના પૂર્વ સાથે ગાયકવાડ માટે આર્થિક સપોર્ટ આપવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ મોહિંદર અમરનાથ, સુનીલ ગાવસ્કર, સંદીપ પાટિલ, દિલીપ વેંગસરકર, મદદ લાલ, રવિ શાસ્ત્રી અને કીર્તિ આઝાદ જેવા અન્ય ભારતીય મહાન ખેલાડીઓની સાથે પોતાની ટીમના સાથી માટે પૈસા ભેગા કરી રહ્યા છે. ભારતના પૂર્વ ક્રિકેટર સંદીપ પાટિલ પહેલા વ્યક્તિ હતા, જેમણે બીસીસીઆઈને બીમાર ક્રિકેટર માટે આર્થિક સપોર્ટ આપવા આહ્વાન કર્યું હતું.

રહી ચૂક્યા છે નેશનલ સેલેક્ટર
મિડ ડે માટે એક કોલમમાં પાટિલે ખુલાસો કર્યો છે કે 71 વર્ષના ગાયકવાડની છેલ્લા એક વર્ષથી લંડનની કિંગ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલની મુલાકાત દરમિયાન ગાયકવાડે પાટિલે પોતાની સારવાર ચાલુ રાખવા માટે પૈસાની જરૂરિયાત વિશે જણાવ્યું હતું. ગાયકવાડે 1975 અને 1987ની વચ્ચે ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી અને બાદમાં બે અલગ અલગ કાર્યકાળોમાં ભારતના હેડ કોચના રૂપમાં કામ કર્યું. પોતાના કોચિંગ કરિયર સિવાય ગાયકવાડે 1992-96ની વચ્ચે નેશનલ સેલેક્ટ રૂપમાં પણ કામ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news