રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂવાથી થઇ શકે છે આ ગંભીર અસાધ્ય રોગ, શું તમે કરો છો આ ભૂલ?

ઘણીવાર મોડી રાત સુધી કામ કરતા કે અભ્યાસ કરતા લોકો મોડી રાત સુધી રૂમની લાઇટ ચાલુ રાખે છે. આ આદત ભલે સામાન્ય લાગે પરંતુ એક નવા અભ્યાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે.
 

રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂવાથી થઇ શકે છે આ ગંભીર અસાધ્ય રોગ, શું તમે કરો છો આ ભૂલ?

નવી દિલ્હીઃ હંમેશા મોડી રાત સુધી કામ કરનાર કે અભ્યાસ કરતા લોકો મોડી રાત સુધી રૂમની લાઇટ ચાલુ રાખે છે. આ આદત ભલે સામાન્ય લાગતી હોય, પરંતુ એક નવા અધ્યયન અનુસાર રાત્રે રોશનીમાં સૂવુ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે, ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસના વિકાસનો ખતરો વધી શકે છે. તાજેતરમાં જૂન 2024માં પ્રકાશિત એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે કે રાત્રે કઈ રીતે સૂવુ તમારા ડાયાબિટીસના ખતરાને પ્રભાવિત કરી શકે છે. 

ઓસ્ટ્રેલિયાની ફ્લિન્ડર્સ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલો આ અભ્યાસ ધ લેન્સેટ રિજનલ હેલ્થ-યુરોપ જર્નલમાં પ્રકાશિત થયો હતો. યુનિવર્સિટીના કોલેજ ઓફ મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થમાં અભ્યાસના મુખ્ય લેખક અને સહયોગી પ્રોફેસર ડૉ. એન્ડ્રુ ફિલિપ્સે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે રાત્રે તેજસ્વી પ્રકાશના સંપર્કમાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધારે છે.

ડો. એન્ડ્રુ ફિલિપ્સે આગળ કહ્યું કે રાત્રે પ્રકાશના સંપર્કમાં આવવાથી આપણી સર્કાડિયન રિધમમાં વિઘ્ન આવી શકે છે, જેનાથી ઇંસુલિન સેક્રેશન અને ગ્લૂકોઝ મેટાબોલિઝ્મમાં ફેરફાર આવી શકે છે. આ ફેરફાર શરીરના બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે, જેનાથી અંતે ટાઈપ 2 ડાયાબિટીસ વિકસિત થઈ શકે છે. 

કઈ રીતે થયું રિસર્ચ?
તે જાણવા માટે કે રાત્રે 12.30થી સવારે 6 કલાક વચ્ચે પ્રકાશના સંપર્કમાં રહેનાર લોકોમાં ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. શોધકર્તાઓએ લગભગ 85 હજાર લોકોની જાણકારી અને 1.3 કરોડ કલાકના લાઇટ સેન્સર ડેટાનું વિશ્લેષણ કર્યું. રિસર્ચ શરૂ થવા પર આ સ્પર્ધકોને ટાઈપ 2 ડાયાબિટીસ નહોતી. સંશોધકોએ આ સહભાગીઓ પર નજર રાખી કે કોણ આ રોગથી પીડાય છે, આ મોનિટરિંગ લગભગ નવ વર્ષ સુધી ચાલુ રહ્યું. આ તેના પ્રકારનો અત્યાર સુધીનો સૌથી મોટો અભ્યાસ માનવામાં આવે છે.

એક્સપર્ટનો મત
એસોસિએટ પ્રોફિસર ફિલિપ્સે કહ્યું કે પરિણામોથી ખ્યાલ આવે છે કે રાત્રે ભારે પ્રકાશના સંપર્કમાં રહેવાથી ડાયાબિટીસ વિકસિત થવાનો ખતરો વધુ રહે છે અને લાઇટના સંપર્ક અને ખતરા વચ્ચે ખોરાક પર નિર્ભર સંબંધ જોવા મળ્યો છે. અમારા રિસર્ચના પરિણામો જણાવે છે કે રાત્રે રોશનીના સંપર્કને ઓછો કરવો અને સૂવાના વાતારવણને અંધારામાં રાખવું ડાયાબિટીસને રોકવાની એક સરળ અને સસ્તી રીત સાબિત થઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news