વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર કોહલીને આરામ આપવા મુદ્દે પસંદગીકારો પર ભડક્યા કપિલ દેવ

કોહલી ગ્રોઇનની ઈજાને કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડેમાં બહાર રહ્યો હતો. પરંતુ લોર્ડ્સમાં બીજી વનડેમાં તેની ટીમમાં વાપસી થઈ હતી. કોહલીએ આ મેચમાં 16 રન બનાવ્યા હતા. 
 

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર કોહલીને આરામ આપવા મુદ્દે પસંદગીકારો પર ભડક્યા કપિલ દેવ

નવી દિલ્હીઃ ભારતના મહાન ક્રિકેટર કપિલ દેવે હાલમાં કહ્યુ હતુ કે જો આર અશ્વિનને ટેસ્ટ મેચમાંથી બહાર કરી શકવામાં આવે તો વિરાટ કોહલીને ટી20 ટીમમાંથી કેમ નહીં. કપિલના આ નિવેદન પર કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા પૂર્વ અને વર્તમાન ક્રિકેટરોએ પોતાનો મત આપ્યો છે. બીસીસીઆઈએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે 18 સભ્યોની ટી20 ટીમની જાહેરાત કરી છે, જેમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહનું નામ નથી. બીસીસીઆઈએ તેની ગેરહાજરીને લઈને કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ વિવિધ મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે બંને ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. હવે આ મામલે પૂર્વ કેપ્ટન કપિલ દેવે પ્રતિક્રિયા આપી છે.

1983 વિશ્વ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે કહ્યુ- હું તે નથી કહેતો કે વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીને બહાર કરી દેવો જોઈએ. તે ખુબ મોટો ખેલાડી છે. જો તમે કહ્યું કે તેને સન્માન આપવા માટે આરામ આપવામાં આવ્યો છે, તો તેમાં કંઈ ખોટુ નથી. 

કોહલી, ગ્રોઇન ઇંજરીને કારણે ઈંગ્લેન્ડ સામે પ્રથમ વનડેમાં બહાર રહ્યો હતો. પરંતુ લોર્ડ્સમાં રમાયેલી બીજી વનડેમાં તેણે વાપસી કરી અને 16 રન બનાવ્યા હતા. નોંધનીય છે કે ઈંગ્લેન્ડના પ્રવાસ પર કોહલી હજુ સુધી એકપણ મોટી ઈનિંગ રમી શક્યો નથી. 

કપિલ દેવે કહ્યુ- સૌથી મહત્વની વાત છે કે આવા ખેલાડીને ફરી ફોર્મમાં કઈ રીતે લાવવામાં આવે? તે કોઈ સાધારણ ક્રિકેટર નથી. તેણે વધુ અભ્યાસ કરવો જોઈએ અને પોતાનું ફોર્મ મેળવવા મેચ રમવી જોઈએ. મને નથી લાગતું કે આ દુનિયામાં કોઈપણ ખેલાડી છે જે ટી20માં કોહલીથી મોટો હોય પરંતુ જ્યારે તમે સારૂ ન કરો તો પસંદગીકારો તેના વિશે નિર્ણય લઈ શકે છે. મારો વિચાર છે કે જો કોઈ સારૂ ન કરી રહ્યું હોત તો તેને આરામ આપી શકાય છે કે હટાવી શકાય છે, તે બરાબર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news