આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો 11મો બેટ્સમેન બન્યો કેન વિલિયમસન
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019મા સતત બીજી સદી ફટકારી છે.
Trending Photos
માનચેસ્ટરઃ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019મા સતત બીજી સદી ફટકારી હતી. આફ્રિકા વિરુદ્ધ રોમાંચક મેચમાં ટીમને જીત અપાવ્યા બાદ આ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પણ સદી ફટકારી દીધી હતી. તેણે 154 બોલમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 148 રન બનાવ્યા હતા. વનડેમાં આ તેનો સર્વોચ્ચ સ્કોર છે. વિલિયમસન ઓપનર ગુપ્ટિલ અને મુનરો પ્રથમ ઓવરમાં આઉટ થયા બાદ ક્રીઝ પર બેટિંગ કરવા આવ્યો હતો.
કેન વિલિયમસનની આ 13મી વનડે સદી છે. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટ રમતા તમામ દેશો વિરુદ્ધ વનડે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. વિલિયમસન આ કમાલ કરનાર વિશ્વનો 11મો બેટ્સમેન છે. આ પહેલા હર્શલ ગિબ્સ, રિકી પોન્ટિંગ, સચિન તેંડુલકર, હાશિમ અમલા, વિરાટ કોહલી, એબી ડિ વિલિયર્સ, માર્ટિન ગુપ્ટિલ, રોસ ટેલર, ઉપુલ થરંગા અને રોહિત શર્મા કરી ચુક્યા છે.
વિલિયમસન ત્રીજો એવો કેપ્ટન છે, જેણે ક્રિકેટ વિશ્વકપમાં સતત બે સદી બનાવી છે. આ પહેલા રિકી પોન્ટિંગ (2003-2007) અને ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલરે 2015મા સતત બે સદી બનાવી હતી. તેણે પહેલા આફ્રિકા વિરુદ્ધ 106 રન બનાવ્યા હતા અને ટીમને જીત અપાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે