અમ્પાયર સામે દલીલ કરવી કોહલીને પડી ભારે, આઈસીસીએ ફટકાર્યો દંડ
આઈસીસીએ રવિવારે એક નિવેદનમાં આ વાતની ખાતરી કહી હતી. આઈસીસીનું કહેવું છે કે કોહલીને આચાર સંહિતાના ઉલ્લંઘન લેવલ 1નો દોષી ગણવામાં આવ્યો છે.
Trending Photos
સાઉથમ્પ્ટનઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસીની આચાર સંહિતાના ઉલ્લંઘન માટે દોષી ઠેરવવામાં આવ્યો છે. આઈસીસી પ્રમાણે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચમાં બિનજરૂરી અપીલના નિયમનું ઉલ્લંઘન કરવા પર કોહલીને મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આઈસીસીએ રવિવારે એક નિવેદનમાં આ વાતની ખાતરી કહી હતી. આઈસીસીનું કહેવું છે કે કોહલીને આચાર સંહિતાના ઉલ્લંઘન લેવલ 1નો દોષી ગણવામાં આવ્યો છે. કોહલી શનિવારે પોતાની ટીમની સાથે અફઘાનિસ્તાન વિરુદ્ધ વિશ્વ કપ મુકાબલો રમી રહ્યો હતો. આ મેચમાં ભારતનો 11 રને વિજય થયો હતો.
આઈસીસીના નિવેદન પ્રમાણે કોહલીએ અફઘાન ઈનિગંની 29મી ઓવરમાં અમ્પાયર અલીમ ડારની પાસે જઈને આક્રમક અને ખોટી રીતે LBWની અપીલ કરી હતી.
કોહલીએ પોતાની ભૂલનો સ્વિકાર કર્યો છે અને દંડ ભરવા તૈયાર થઈ ગયો છે. આ કારણે આ મામલાને લઈને આગળની સુનાવણીની જરૂર નથી.
આ સિવાય આઈસીસીએ આ ઘટનાને લઈને કોહલીના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ જોડી દીધો છે. સપ્ટેમ્બર 2016ના રિવાઇઝ્ડ કોટ લાગૂ થયા બાદથી કોહલીની આ બીજી ભૂલ છે.
કોહલીના ખાતામાં હવે બે ડીમેરિટ પોઈન્ટ છે. એક પોઈન્ટ તેને જાન્યુઆરી 2018મા આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચ દરમિયાન મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે