IND vs PAK: ક્રિકેટના સૌથી મોટા જ્યોતિષીએ કરી હતી રોહિત-રાહુલના ફ્લોપ શોની ભવિષ્યવાણી
પાકિસ્તાન (Pakistan) સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા (Team India)ના બંને ઓપનર સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
- ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતના ઓપનર્સ ફ્લોપ
- રોહિત શર્મા અને કેએલ રાહુલે પ્રશંસકોને નિરાશ કર્યા
- આર્ચરની ભવિષ્યવાણી સાચી પડી
Trending Photos
નવી દિલ્હી: ICC ટી 20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021)માં ટીમ ઈન્ડિયા (Team India)ને પાકિસ્તાન (Pakistan) સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આનું સૌથી મોટું કારણ ભારતીય ઓપનરોની ફ્લોપ શો છે, જો તેઓએ જોરદાર શરૂઆત અપાવી હોત તો કદાચ આજે પરિણામ અલગ હોત.
રોહિત-રાહુલનો ફ્લોપ શો
પાકિસ્તાન (Pakistan) સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા (Team India)ના બંને ઓપનર સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા. રોહિત શર્મા (Rohit Sharma)ગોલ્ડન ડકનો શિકાર બન્યો, જ્યારે કેએલ રાહુલ (KL Rahul) શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi)ના મેજિક સ્પેલ સમજવામાં નિષ્ફળ રહ્યો અને 3 રનના સ્કોર પર ક્લિન બોલ્ડ થયો હતો.
A perfect delivery by Shaheen Afridi to dismiss Rohit Sharma. pic.twitter.com/Qy14zgnlLS
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 24, 2021
No No No, Not again…
Second wicket down again KL RAHUL 💔#TeamIndia #INDvPAK pic.twitter.com/YrBn56vn1w
— Vicky lalwani (@Digimarketer_vk) October 24, 2021
જોફ્રા આર્ચરનું જૂનું ટ્વિટ વાયરલ થયું
ભારતીય ઓપનરોની આ નિષ્ફળતા બાદ ઈંગ્લેન્ડ (England)ના ક્રિકેટર જોફ્રા આર્ચર(Jofra Archer)નું લગભગ 6 વર્ષ જૂનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે રોહિત શર્મા અને કેએલ રાહુલને વહેલા આઉટ થવાની વાત કહેવામાં આવી હતી.
Come man out rohit and rahul
— Jofra Archer (@JofraArcher) January 8, 2015
ક્રિકેટ ચાહકોને નહોતો થતો વિશ્વાસ
જોફ્રા આર્ચરે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, 'કમ મેન આઉટ રોહિત અને રાહુલ.' ઇંગ્લિશ ક્રિકેટરનું આ નિવેદન ક્રિકેટ ચાહકોએ વાયરલ કર્યું હતું. લોકો તેને ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની મેચ સાથે જોડીને જોવા લાગ્યા.
— 🙋♂️ balumahendra🔥🤝🌊🔔👮🏻♂️♥️🪓 (@neninthe_ra) October 24, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે