ફરી સાચી પડી જોફ્રાની ભવિષ્યવાણી! બાઇડેનની જીત પર છ વર્ષ પહેલા કરેલું ટ્વીટ વાયરલ
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden)ની જીત બાદ ઈંગ્લેન્ડના ફાસ્ટર જોફ્રા આર્ચરનું જૂનુ ટ્વીટ વાયરલ થઈ ગયું. તેને તેની ટીમ રોયલ્સે પણ રીટ્વીટ કર્યુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર (Jofra Archer)ના જૂના ટ્વીટ હંમેશા વાયરલ થતા રહે છે. હવે તેનું 6 વર્ષ જૂનુ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થી રહ્યું છે, જેમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની ભવિષ્યવાણી તરીકે જોવામાં આવી રહ્યું છે. અમેરિકામાં ખુબ રાહ જોયા બાદ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જો બાઇડેન (Joe Biden)એ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને હરાવ્યા અને તેઓ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે.
બાઇડેનની જીત બાદ આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સ માટે રમતા ઈંગ્લિશ પેસર આર્ચરનું જૂનુ ટ્વીટ વાયરલ થવા લાગ્યું. તેને ટીમ રોયલ્સે પણ રીટ્વીટ કર્યુ છે.
Jofra! https://t.co/CPs6xS6ASI
— Rajasthan Royals (@rajasthanroyals) November 7, 2020
વર્ષ 2014મા આર્ચરે એક ટ્વીટ કર્યુ હતું જેમાં માત્ર એક શબ્દ લખ્યો હતો 'જો (Joe)', હવે તેને લોકો બાઇડેનની જીત સાથે જોડી રહ્યાં છે અને આર્ચરની ભવિષ્યવાણી તરીકે જોઈ રહ્યા છે.'
આર્ચરના ઘણા આવા ટ્વીટ વાયરલ થતા રહે છે, ત્યારબાદ તેને ભવિષ્યવક્તા પણ કહેવામાં આવે છે. આર્ચરની ટીમ રાજસ્થાન આઈપીએલની 13મી સીઝનના પ્લેઓફમાં ન પહોંચી શકી પરંતુ તેનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યુ અને તેણે 14 મેચોમાં 20 વિકેટ પોતાના નામે કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે