Jasprit Bumrah T20 World Cup: ટીમ ઈન્ડિયા માટે ખુશખબર, બુમરાહની વર્લ્ડકપમાં રમવાની આશા અકબંધ!
વાસ્તવમાં, તાજેતરમાં જ એક માઠા સમાચાર આવ્યા હતા કે જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહ આ વર્ષે સતત ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. પહેલા તે એશિયા કપમાંથી બહાર થયો હતો
Trending Photos
Jasprit Bumrah T20 World Cup: ટીમ ઈન્ડિયાના ચાહકો માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની T20 વર્લ્ડ કપમાં રમવાની આશા હજુ પણ અકબંધ છે. આ ટુર્નામેન્ટ બે અઠવાડિયા પછી ઓસ્ટ્રેલિયામાં યોજાવાની છે.
વાસ્તવમાં, તાજેતરમાં જ એક માઠા સમાચાર આવ્યા હતા કે જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહ આ વર્ષે સતત ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. પહેલા તે એશિયા કપમાંથી બહાર થયો હતો, ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં વાપસી કરી હતી. હવે દક્ષિણ આફ્રિકા શ્રેણીની સાથે સાથે વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સૂત્રો તરફથી સમાચાર આવ્યા છે કે ટીમ મેનેજમેન્ટ હજુ પણ બુમરાહને લઈને સંપૂર્ણ આશાવાદી છે. ટીમ મેનેજમેન્ટ અંતિમ ક્ષણ સુધી રાહ જોવાના મૂડમાં છે. જો આ દરમિયાન બુમરાહ સ્વસ્થ થઈ જશે તો BCCI બુમરાહને વર્લ્ડકપ માટે ટીમમાં રાખશે અને રમશે.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “બીસીસીઆઈ ટીમ મેનેજમેન્ટ છેલ્લી ઘડી સુધી રાહ જોશે. તેઓ (BCCI) ઈચ્છે છે કે બુમરાહ T20 વર્લ્ડકપમાં રમે. તેમણે મેડિકલ ટીમને NCA (નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોર) ખાતે બુમરાહની સંપૂર્ણ તપાસ કરવા અને ઈજાનું મૂલ્યાંકન કરવા જણાવ્યું છે. બુમરાહને ફિટ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો. જો બીસીસીઆઈને લાગે છે કે એક ટકા પણ થવાની સંભાવના છે તો બુમરાહ ઓસ્ટ્રેલિયામાં રમી શકે છે.
તેમણે કહ્યું કે, મેડિકલ ટીમ સતત ટેસ્ટ અને સ્કેન કરી રહી છે, જેના કારણે બુમરાહ 5 ઓક્ટોબરે ટીમ સાથે પ્રવાસ કરી શકશે નહીં, પરંતુ પછી આવશે. BCCI ઈચ્છે છે કે બુમરાહ ઓસ્ટ્રેલિયામાં હાજર રહે (વર્લ્ડ કપ રમે). સાથે મેડિકલ ટીમ પણ છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરવાની વાત કરી રહી છે.
આ જ કારણ છે કે BCCI બુમરાહના સ્થાનની જાહેરાત કરવાની ઉતાવળમાં નથી. તે પછીથી પણ થઈ શકે છે. તમામ રિપોર્ટ પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ સાથે શેર કરવામાં આવશે. ત્યાર બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે