બુમરાહે T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, બન્યો સૌથી વધુ મેડન ફેંકનાર બોલર
જમણા હાથના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સિરીઝના અંતિમ મુકાબલામાં બીજી ઈનિંગમાં કીવી ટીમ વિરુદ્ધ પોતાની પ્રથમ ઓવર મેડન ફેંકી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ Most Maiden Overs in T20I: ભારતીય ટીમ માટે ટેસ્ટ વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ સમયે ભારતીય ટીમનો સૌથી શાનદાર બોલર જસપ્રીત બુમરાહ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે.
જમણા હાથના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સિરીઝના અંતિમ મુકાબલામાં બીજી ઈનિંગમાં કીવી ટીમ વિરુદ્ધ પોતાની પ્રથમ ઓવર મેડન ફેંકી હતી. તેણે આ મેચમાં 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સાથે બુમરાહ ટી20 ક્રિકેટમાં વિશ્વનો એવો બોલર બની ગયો છે, જેણે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકી છે.
જસપ્રીત બુમરાહે 7મી વખત ટી20 આંતરરાષ્ટ્રીય મેચ મેડન ઓવર (રન આપ્યા વિના) ફેંકી છે. આ પહેલા રેકોર્ડ શ્રીલંકાના બોલર નુવાન કુલસેકરાના નામે હતો, જેણે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6 ઓવર મેડન ફેંકી હતી. તો આ મામલે ત્રીજા નંબર પર એક ભારતીય બોલર હરભજન સિંહનું નામ સામેલ છે, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 ઓવર મેડન ફેંકી છે.
T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ મેડન ફેંકનાર બોલર
7 ઓવર - જસપ્રીત બુમરાહ
6 ઓવર - નુવાન કુલસેકરા
5 ઓવર - હરભજન સિંહ, અજન્તા મેન્ડિસ, જોનસ્ટન (આયર્લેન્ડ), મોહમ્મદ આમિર, મોહમ્મદ નબી અને નવીદ (UAE)
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે