ભારતીય ટીમે T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, 5-0થી સિરીઝ જીતનારી પ્રથમ ટીમ બની

ભારતીય ટીમે અંતિમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી પાંચ મેચોની સિરીઝ 5-0થી પોતાના નામે કરી છે. 
 

ભારતીય ટીમે T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, 5-0થી સિરીઝ જીતનારી પ્રથમ ટીમ બની

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી એવી ટીમ બની ગઈ છે, જેણે પાંચ મેચોની સિરીઝમાં કોઈ ટીમને વ્હાઇટવોશ કર્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જે પાંચ મેચોની ટી20 સિરીઝ રમાઇ જેમાં યજમાન ટીમે 5-0થી હારનો સામનો કરવો પડ્યો અને ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચી દીધો છે. આ સિવાય ભારતીય ટીમે પ્રથમવાર ન્યૂઝીલેન્ડને તેની ધરતી પર ટી20 સિરીઝમાં ક્લીન સ્પીપ કરી જે એક કમાલ છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતીય ટીમે પ્રથમવાર ટી20 સિરીઝમાં જીત મેળવી છે. 

ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ
ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટી20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કર્યું છે. આ પહેલા વિશ્વની કોઈપણ ટીમ આ કમાલ કરી શકી નથી. તો ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો પાંચ મેચોની સિરીઝ જીતનારી ટીમ ઓસ્ટ્રેલિયા હતી જ્યારે પ્રથમવાર પાંચ મેચોની વનડે સિરીઝ જીતનારી ટીમ વેસ્ટ ઈન્ડિઝ હતી. 

બુમરાહે T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, બન્યો સૌથી વધુ મેડન ફેંકનાર બોલર

પાંચ મેચોની ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ જીતનારી વિશ્વની પહેલી ટીમ
ટેસ્ટમાં 5-0ની પ્રથમ જીત - ઓસ્ટ્રેલિયા

વનડેમાં 5-0ની પ્રથમ જીત - વેસ્ટ ઈન્ડિઝ

ટી20માં 5-0ની પહેલી જીત - ભારત

ભારતે વિદેશની ધરતી પર ત્રીજીવાર કરી ક્લીન સ્વીપ
ભારતે પાંચ મેચોની ટી20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડના સૂપડા સાફ કર્યો અને આ ત્રીજી ઘટના છે જ્યારે ટીમ ઈન્ડિયાએ વિદેશની ધરતી પર કોઈ સિરીઝમાં ક્લીન સ્વીપ કરી છે. આ પહેલા ભારતે વર્ષ 2015-2016માં ઓસ્ટ્રેલિયા અને વર્ષ 2019માં વેસ્ટ ઈન્ડિઝની ક્લીન સ્વીપ કરી હતી. 

3-0 વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (ઓસ્ટ્રેલિયામાં) 2015/16

3-0 વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (યૂએસએ અને વેસ્ટઈન્ડિઝમાં) 2019

5-0 વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (ન્યૂઝીલેન્ડમાં) 2020

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news