જેમ્સ એન્ડરસન એશિઝની બીજી ટેસ્ટમાંથી બહાર, જોફ્રા આર્ચર કરી શકે છે પર્દાપણ

ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ ટેસ્ટ મેચમાં જેમ્સ એન્ડરસનની ખોટ પડી અને ટીમ 251 રને મેચ હારી ગઈ હતી.
 

જેમ્સ એન્ડરસન એશિઝની બીજી ટેસ્ટમાંથી બહાર, જોફ્રા આર્ચર કરી શકે છે પર્દાપણ

નવી દિલ્હીઃ યજમાન ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની એશિઝ ટેસ્ટ સિરીઝની બીજી મેચ 14થી 18 ઓગસ્ટ વચ્ચે રમાશે. લંડનના લોર્ડ્સમાં રમાનારા આ મુકાબલા પહેલા યજમાન ટીમ ઈંગ્લેન્ડને એક મોટો ઝટકો લાગ્યો છે. 

હકીકતમાં ઈજાને કારણે ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરનસ એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. મહત્વનું છે કે જેમ્સ એન્ડરસન બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં માત્ર 4 ઓવર બોલિંગ કરી શક્યો હતો. ત્યારબાદ ઈજાને કારણે મેદાન છોડી બહાર થઈ ગયો હતો. 

ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ ટેસ્ટ મેચમાં જેમ્સ એન્ડરસનની ખોટ પડી અને ટીમ 251 રને મેચ હારી ગઈ હતી. હવે જેમ્સ એન્ડરસન બીજી મેચમાંથી બહાર થઈ ગયો છે. તેવામાં તેના સ્થાને કેરેબિયન મૂળના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર આવશે, જે ઈંગ્લેન્ડ માટે વિશ્વ કપ 2019મા પણ રમી ચુક્યો છે. 

24 વર્ષીય જોફ્રા આર્ચર ઈંગ્લેન્ડ માટે વનડે અને ટી20મા પર્દાપણ કરી ચુક્યો છે. હવે માનવામાં આવી રહ્યું છે કે લોર્ડ્સના મેદાન પર જોફ્રા આર્ચર ટેસ્ટ ક્રિકેટમાં પણ ઈંગ્લેન્ડની ટીમ માટે પર્દાપણ કરનાર છે. 14 વનડે મેચોમાં 23 વિકેટ ઝડપનાર આર્ચર પોતાની ગતિને કારણે જાણીતો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news