'કેન્દ્ર સરકાર અમારી હત્યા કરવા માગે છે, ગૃહમંત્રાલય જૂઠ્ઠું બોલી રહ્યું છે': ફારૂક અબ્દુલ્લાનો આક્ષેપ

ફારૂક અબ્દુલ્લાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારા પુત્રને જેલમાં નાખી દેવાયો છે અને મને ઘરમાં નજરકેદ કરીને રાખવામાં આવ્યો છે 
 

'કેન્દ્ર સરકાર અમારી હત્યા કરવા માગે છે, ગૃહમંત્રાલય જૂઠ્ઠું બોલી રહ્યું છે': ફારૂક અબ્દુલ્લાનો આક્ષેપ

શ્રીનગરઃ કાશ્મીરના નેતા ફારૂક અબ્દુલ્લાએ પત્રાકારો સાથેની વાતચતીમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અમારી હત્યા કરવા માગે છે. ગૃહ મંત્રાલય જુઠ્ઠું બોલી રહ્યું છે. તેમણે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદી અંગે કાયદાકીય રીતે આગળ વધવાની વાત જણાવી હતી. 

શ્રીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, "ગૃહ મંત્રાલય જુઠ્ઠું બોલી રહ્યું છે. મારા પુત્ર ઉમર અબ્દુલ્લાને જેલમાં નાખી દેવાયો છે. કેન્દ્ર સરકાર અમારી હત્યા કરવા માગે છે. મને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો છે."

કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી અંગે ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, "કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ગૃહમંત્રાલય જૂઠ્ઠું બોલશે એવી અપેક્ષા ન હતી. કલમ-370ના મુદ્દે અમે કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધીશું."

— ANI (@ANI) August 6, 2019

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ફારૂક અબ્દુલ્લાની સંસદમાં ગેરહાજરી મુદ્દે એનસીપી સાંસદ સુપ્રિયા સુલેના સવાલના જવાબમાં અમિત શાહે જણાવ્યું હતું કે, "ફારૂક અબ્દુલ્લાની ધરપકડ કરાઈ નથી કે તેમને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા નથી. તેઓ પોતાની મરજીથી ઘરે છે."

આ અંગે સુલેએ જણાવ્યું કે, "તો શું તેમની તબિયત સારી નથી?" તેના જવાબમાં શાહે જણાવ્યું કે, "હું તેમની તબિયત સારી કરી શકું એમ નથી. આ કામ તો ડોક્ટરનું છે."

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news