ISL 2022-23: કેરળ બ્લાસ્ટર્સ સામે હાર્યા બાદ ચેન્નઈયિનના કોચે આપ્યું મોટું નિવેદન, અમે સારા હતા, ઓછામાં ઓછું...

Kerala Blasters FC vs Chennaiyin FC: મંગળવારે કોચ્ચિના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ઈન્ડિયન સુપર લીગ (ISL) ની નવીનતમ મેચમાં કેરળ બ્લાસ્ટર્સ એએફસી (Kerala Blasters FC) સામે 1-2થી હારવા છતાં ચેન્નઈયિન એએફસીના મુખ્ય કોચ થોમસ બ્રદરિક હજુ પણ આશાવાદી છે. આગામી ત્રણ મેચોમાં ચેન્નાઈયિન એએફસી માટે દરેક ખેલને ફાઈનલ તરીકે લેવું મહત્વપૂર્ણ રહેશે.

ISL 2022-23: કેરળ બ્લાસ્ટર્સ સામે હાર્યા બાદ ચેન્નઈયિનના કોચે આપ્યું મોટું નિવેદન, અમે સારા હતા, ઓછામાં ઓછું...

Kerala Blasters FC vs Chennaiyin FC: મંગળવારે કોચ્ચિના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ઈન્ડિયન સુપર લીગ (ISL) ની નવીનતમ મેચમાં કેરળ બ્લાસ્ટર્સ એએફસી (Kerala Blasters FC) સામે 1-2થી હારવા છતાં ચેન્નઈયિન એએફસીના મુખ્ય કોચ થોમસ બ્રદરિક હજુ પણ આશાવાદી છે. 

અત્રે જણાવવાનું કે કેરળ બ્લાસ્ટર્સ એએફસીએ મંગળવારે કોચ્ચિના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ઈન્ડિયન સુપર લીગમાં ચેન્નાઈયિન એએફસી વિરુદ્ધ 2-1થી જીત મેળવી. અબ્દેનાસેર અલ ખ્યાતિએ સીઝનનો સૌથી ફાસ્ટ ગોલ કર્યો. આ અગાઉ એડ્રિયન લૂનાએ 38મી મિનિટમાં શાનદાર કર્લિંગ પ્રયત્ન સાથે ગોલ કર્યો અને પછી 64મી મિનિટમાં રાહુલ કેપીની સ્ટ્રાઈક સેટ કરી. ખેલની બે મિનિટ બાદ અલ ખ્યાતિએ સીઝનના પોતાનો નવમો ગોલ  કર્યો. 

ત્રણ અંક સાથે કેરળ બ્લાસ્ટર્સ  એએફસી ગોવાથી ચાર અંક આગળ અને એટીકે મોહન બાગાન ત્રીજા નંબરે છે. બ્લાસ્ટર્સ 11 ફેબ્રુઆરીએ પોતાની આગામી ગેમમાં કટ્ટર હરિફ બેંગ્લુરુ એએફસી વિરુદ્ધ પોતાની પ્લેઓફ યોગ્યતાની પુષ્ટિ કરી શકે છે. મરીના મચાન્સનો સામનો 12 ફેબ્રુઆીના રોજ ઈસ્ટ બંગાલ એએફસી સાથે થશે. જે બુધવારે નોર્થ ઈસ્ટ યુનાઈટેડ એએફસી વિરુદ્ધ જીત સાથે અંકોની બરાબરી પર આવી શકે છે. 

આ બાજુ હારવા છતાં બ્રદરિકને એવું લાગ્યું કે ખેલથી સકારાત્મક ચીજો મળી. જેમાં ખેલાડીઓએ ચરિત્ર સાથે રમવાની કોશિશ કરી અને શરૂઆતમાં ગોલ કર્યા બાદ દબાણ જાળવી રાખ્યું. તેમણે કહ્યું કે અમે સારા હતા અને ઓછામાં ઓછા એક અંકના હકદાર હતા. 

તેમણે કહ્યું કે અમે 0-1નું નેતૃત્વ કર્યું અને બચાવ કરવાની પૂરેપૂરી કોશિશ કરી. પરંતુ અમે કેટલાક મુદ્દે હારી ગયા. અમે કેટલાક યુગલ જીત્યા અને દબાણ જાળવતા ચરિત્ર જાળવી રાખ્યું. જો અમે ગોલ કર્યો હોતતો આ એક અલગ જ ખેલ હોત અને અમારી પાસે વાપસી કરવાની શાનદાર તક હતી. બીજા હાફમાં અમે બચાવ કરતા સારું પ્રદર્શન કર્યું અને વધુ તક આપી નહીં. 

એમ પણ કહ્યું કે ચેન્નઈયિન એએફસીમાં કેરળ બ્લાસ્ટર્સ એએફસીમાં એક કઠિન હરિફ વિરુદ્ધ પ્રતિબદ્ધતાની કમી હતી અને આટલા ઉચ્ચ સ્તર પર અને આટલી મજબૂત ટીમ વિરુદ્ધ રમતી વખતે નાના વિવરણોને ધ્યાનમાં રાખવાની જરૂર હતી. ચેન્નઈયિન એએફસીના મુખ્ય કોચે કહ્યું કે, કેરળ બ્લાસ્ટર્સ એએફસી એક ટોચની ટીમ છે અને તેમનો સામનો (પોતાના ઘરેલુ મેદાન પર) એક કપરું કામ છે. અમારે સારી પ્રતિબદ્ધતા દેખાડવાની જરૂર છે અને  ફૂટબોલમાં જો તમે ટોચ પર જવા માંગતા હોવ તો તમારે વિવરણોને ધ્યાનમાં રાખવા પડશે. નહીં તો તમે 3 અંક નહીં મેળવવાથી નિરાશ છો. 

આગામી ત્રણ મેચોમાં ચેન્નાઈયિન એએફસી માટે દરેક ખેલને ફાઈનલ તરીકે લેવું મહત્વપૂર્ણ રહેશે અને મુખ્યકોચને લાગે છેકે તેમની ટીમ એક નવા ચેન્નઈયિન એએફસી  બનવા માટે આકરી મહેનત કરતા વધુમાં ધુ અંક જીતવાની કોશિશ કરશે. તેઓ સુધાર ક રવાના પોતાના પ્રયત્નોમાં વિશ્વાસ ધરાવે છે. 

તેમણે તારણ કાઢતાકહ્યું કે આઈએસએલમાં દરેક મેચ વિશેષ હોય છે. ઉદ્ધેશ્ય ટોચના 6માં પહોંચવાનું છે. અમે વધુમાં વધુ અંક મેળવવાની કોશિશ કરીશું અને એક નવી સીએફસી બનવાની કોશિશ કરીશું. અમારે આકરી મહેનત કરવી પડશે અને અમારી રીતો પર વિશ્વાસ કરવાનો રહેશે. મને વિશ્વાસ છે કે આમ થશે અને સુધારો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news