IPL Sponsorship: આઈપીએલની સ્પોન્સરશીપમાં થાય છે ધનવર્ષા, આ કંપનીઓ ઉઠાવી ચૂકી છે ખર્ચો

આઈપીએલના મીડિયા રાઈટ્સ માટે આજે હરાજી કરવામાં આવશે. IPL થકી કરોડો રૂપિયાની કમાણી કરવા માટે પહેલાં સ્પોન્સર કંપનીઓએ કરોડો રૂપિયાનો દાવ પણ લગાવવો પડશે.

IPL Sponsorship: આઈપીએલની સ્પોન્સરશીપમાં થાય છે ધનવર્ષા, આ કંપનીઓ ઉઠાવી ચૂકી છે ખર્ચો

નવી દિલ્લી: ક્રિકેટના શોર્ટ ફોર્મેટ T20 અને એમાંય દેશ અને દુનિયાના સ્ટાર ખેલાડીઓ એક સાથે મેદાનમાં ઉતરતા હોય તેવી અફલાતુન ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલેકે, IPL. આઈપીએલની ક્રિકેટ ટુર્નામેન્ટ હવે દેશ અને દુનિયાભરમાં ખુબ જ પ્રચલિત બની ગઈ છે. ત્યારે તે રમતને ટેલિકાસ્ટ અને પોડકાસ્ટ કરવા માટે કરોડો રૂપિયા કંપનીઓ દાવ પર લગાવતી હોય છે. આજે આઈપીએલના મીડિયા રાઈટ્સ માટે હરાજી કરવામાં આવશે. જેમાં વિવિધ કંપનીઓ પોતપોતાની રીતે બોલી લગાવશે.

આખી દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગને નવું ટાઈટલ સ્પોન્સર મળી ગયું છે. ટાટા ગ્રૂપ આઈપીએલનું નવું ટાઈટલ સ્પોન્સર હશે. અને તે ચાઈનીઝ મોબાઈલ કંપની વીવોની જગ્યા લેશે. ટાટાની આ ડીલ કેટલા રૂપિયામાં થઈ છે તેના વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી.  જોકે આઈપીએલના ઈતિહાસને જોઈએ તો વર્ષ 2008થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટની સફર હજુ સુધી ચાલુ છે. છેલ્લાં 13 વર્ષમાં આઈપીએલ એક મોટું નામ બની ગયું છે અને દુનિયાભરમાં તેના પ્રશંસક છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી આઈપીએલ પર પૈસાનો વરસાદ થતો રહ્યો છે.

 

મીડિયા રાઈટ્સની કિંમત 40,000 કરોડે પહોંચશે:
ઉલ્લેખનીય છે કે ટાઈટલ સ્પોન્સર થવાથી આઈપીએલની સાથે જ કંપનીનું નામ જોડાઈ જાય છે. વર્ષ 2023થી આઈપીએલના મીડિયા રાઈટ્સ પણ વહેંચવામાં આવશે. હજુ સુધી સ્ટારની પાસે આ રાઈટ્સ છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ આશા વ્યક્ત કરી ચૂક્યા છે કે મીડિયા રાઈટ્સની કિંમત 40,000 કરોડ સુધી જઈ શકે છે. બીસીસીઆઈએ આ વર્ષે આઈપીએલમાં બે નવી ટીમને સામેલ કરી છે. અમદાવાદ અને લખનઉની ટીમથી બીસીસીઆઈને 12,000 કરોડ રૂપિયાથી વધારેની કમાણી થઈ છે. 

ઉલ્લેખનીય છેકે, પહેલી જ વાર આઈપીએલમાં સામેલ થનારી ગુજરાત ટાઈટન્સની ટીમે પહેલી જ વારમાં ટાઈટલ પોતાના નામે કરી લીધું. ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને શાનદાર જીત હાંસલ કરી હતી. આમ, આઈપીએલની રમત હવે વૈશ્વિક સ્તરે પોતાની શાખ પ્રસ્થાપિત કરી ચૂકી છે. દુનિયાભરના દેશોના સ્ટાર ક્રિકેટર્સ પણ આ આઈપીએલમાં સામેલ હોવાથી ક્રિકેટ હવે ગ્લોબલ ગેમ તરીકે પ્રસચિલ છે. જે દેશોમાં ક્રિકેટ નથી રમાતી તેવા દેશોના લોકો પણ હવે ક્રિકેટ પ્રત્યે આકર્ષિત થઈ રહ્યાં છે.

આઈપીએલના ઇતિહાસ પર નજર કરીએ તો ટાટા પાંચમું સ્પોન્સર છે. જેને ટાઈટલ સ્પોન્સરશિપ કરવાની જવાબદારી મળી છે. અત્યાર સુધી કેવી રીતે આઈપીએલનું નામ બદલાયું છે, જાણો અને સ્પોન્સરશિપના કેટલાં પૈસા ચૂકવવા પડ્યા છે.

1. વર્ષ 2008થી 2012 - DLF IPL (40 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
2. વર્ષ 2013થી 2015 - Pepsi IPL (79.2 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
3. વર્ષ 2016થી 2017 - Vivo IPL (100 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
4. વર્ષ 2018થી 2019 - Vivo IPL (439.2 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
5. વર્ષ 2020 - Dream 11 IPL (222 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
6. વર્ષ 2021 - Vivo IPL (439.8 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ)
7. વર્ષ 2022 - Tata Group ()

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news