IPL Mega Auction: અય્યર, ધવન, વોર્નરથી લઈને શમી સુધી, જાણો માર્કી પ્લેયર્સને કેટલા રૂપિયા મળ્યા

IPL Auction 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીનો આજે પ્રથમ દિવસ છે. પ્રથમ દિવસે અનેક મોટા ખેલાડીઓ પર બોલી લાગી છે. પરંતુ સૌથી વધુ પૈસા ભારતીય યુવા બેટર શ્રેયસ અય્યરને મળ્યા છે. 
 

IPL Mega Auction: અય્યર, ધવન, વોર્નરથી લઈને શમી સુધી, જાણો માર્કી પ્લેયર્સને કેટલા રૂપિયા મળ્યા

બેંગલુરૂઃ IPL Auction 2022 Marquee Players Full List: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન માટે બેંગલુરૂમાં ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. આઈપીએલ મેગા ઓક્શનના પ્રથમ દિવસે માર્કી પ્લેયરોની બોલી લાગી, તેમાં શ્રેયસ અય્યર, શિખર ધવન, ડેવિડ વોર્નર, આર અશ્વિન, પેટ કમિન્સ જેવા દિગ્ગજ ક્રિકેટરોની બોલી લાગી છે. કેટલાકને મોટી રકમ મળી તો કેટલાકે ઓછા રૂપિયાથી સંતોષ કરવો પડ્યો છે. 

10 માર્કી ખેલાડીઓની બોલી પહેલા લાગી હતી, જેમાં શ્રેયસ અય્યરને સૌથી વધુ પૈસા મળ્યા છે. દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળી ચુકેલા શ્રેયસ અય્યરને કોલકત્તા નાઇટ રાઇડર્સે 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ 10 ખેલાડીઓના નામ અને કિંમત પર એક નજર કરીએ..

શ્રેયસ અય્યર (બેટર), કોલકાતા નાઈટ રાઈડર્સ, રૂ. 12.25 કરોડ
કગિસો રબાડા (બોલર), પંજાબ કિંગ્સ, રૂ. 9.25 કરોડ
શિખર ધવન (બેટર), પંજાબ કિંગ્સ, રૂ. 8.25 કરોડ
ટ્રેન્ટ બોલ્ટ (બોલર), રાજસ્થાન રોયલ્સ, રૂ. 8 કરોડ
પેટ કમિન્સ (ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર), કોલકાતા નાઈટ રાઈડર્સ, રૂ. 7.25 કરોડ
ફાફ ડુ પ્લેસ (બેટર), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રૂ. 7 કરોડ
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર બેટર), લખનૌ સુપર જાયન્ટ્સ, રૂ. 6.75 કરોડ
મોહમ્મદ શમી (બોલર), ગુજરાત ટાઇટન્સ, રૂ. 6.25 કરોડ
ડેવિડ વોર્નર (બેટર), દિલ્હી કેપિટલ્સ, રૂ. 6.25 કરોડ
આર અશ્વિન (સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર), રાજસ્થાન રોયલ્સ, રૂ. 5 કરોડ

શ્રેયસ અય્યરને લાગ્યો જેકપોટ
ભારતના સ્ટાર બેટર શ્રેયસ અય્યર પર દરેકની નજર હતી, બે કરોડથી તેની બોલી શરૂ થઈ હતી. બેંગલુરૂ, કોલકત્તાએ શરૂઆતમાં શ્રેયસ અય્યર માટે મોટી બોલી શરૂ કરી હતી. ત્યારબાદ કેકેઆરે અન્ય ટીમોને માત આપી અય્યરને 12.25 કરોડ રૂપિયાની મોટી રકમ આપી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. કોલકત્તાનો પ્લાન અય્યરને કેપ્ટન બનાવવાનો છે. 

શાનદાર ફોર્મમાં છે શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યરે પોતાની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડી હતી. વર્ષ 2021માં અય્યર માત્ર બીજા હાફમાં રમી શક્યો હતો અને તેણે આઠ મેચોમાં175 રન બનાવ્યા હતા. મેગા ઓક્શન પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 80 રન બનાવ્યા હતા. અય્યરની બેઝ પ્રાઇઝ બે કરોડ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news