IPL 2022 Auction: આ યુવા ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, જાણો કોને કેટલી રકમ મળી
IPLMegaAuction2022: કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં આઈપીએલ 2022ની હરાજી ચાલી રહી છે. અહીં ભારતીય યુવા ખેલાડીઓ પર ધનવર્ષા થઈ રહી છે.
Trending Photos
બેંગલુરૂઃ કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં આઈપીએલ 2022ની હરાજી ચાલી રહી છે. અહીં ભારતીય યુવા ખેલાડીઓ પર ધનવર્ષા થઈ રહી છે. આઈપીએલની 14મી સીઝનમાં પર્પલ કેપ જીતીને દુનિયાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરનાર હર્ષલ પટેલને આરસીબીએ 10 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો કેકેઆરે યુવા બેટર અને પાર્ટ ટાઇમ બોલર નીતીશ રાણાની કમાણીમાં 200 ટકાનો વધારો થયો છે. તો રાજસ્થાન રોયલ્સે યુવા ઓપનર દેવદત્ત પડિક્કલને 7.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
હર્ષલ પટેલ- આરસીબી 10.75 કરોડ
IPL 2021માં, RCBએ 20 લાખની બેઝ પ્રાઈસમાં હર્ષલ પટેલને તેની ટીમમાં સામેલ કર્યો હતો. ગત સિઝનમાં સૌથી વધુ 32 વિકેટ લેનાર આ ખેલાડીએ કહ્યું હતું કે તે 20 લાખથી વધુનો હકદાર છે. હર્ષલ પટેલની શાનદાર બોલિંગનો પડઘો IPL 2022ની હરાજીમાં જોવા મળ્યો જ્યારે RCBએ તેને 10 કરોડથી વધુમાં પોતાની ટીમમાં સામેલ કર્યો. સનરાઇઝર્સ હૈદરાબાદે પણ હર્ષલને ખરીદવામાં રસ દાખવ્યો હતો, પરંતુ આરસીબીએ હર્ષલને ખરીદવાનું મન બનાવી લીધું હતું.
WELCOME BACK to @RCBTweets @HarshalPatel23 #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/us5hcfWnjW
— IndianPremierLeague (@IPL) February 12, 2022
નીતીશ રાણા- કેકેઆર 8 કરોડ
છેલ્લા ત્રણ વર્ષથી શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે રૂ. 3.40 કરોડમાં જોડાયેલા રાણાને KKR દ્વારા આ વખતે 8 કરોડની તગડી રકમ ખર્ચીને તેની ટીમમાં પાછો સામેલ કરવામાં આવ્યો છે. નીતિશ રાણા પર KKR ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે પણ રસ દાખવ્યો, પરંતુ અંતે કોલકાતાએ જીત મેળવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો.
Welcome back @NitishRana_27 😉
Happy to have him back in purple and gold @KKRiders?#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/3hZdCO2s20
— IndianPremierLeague (@IPL) February 12, 2022
દેવદત્ત પડિક્કલ- રાજસ્થાન રોયલ્સ 7.75 કરોડ
આરસીબીના ઓપનિંગ બેટર દેવદત્ત પડિક્કલને આ વખતે રાજસ્થાન રોયલ્સે 7.75 કરોડની મોટી રકમ આપી પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આરસીબીએ આ પહેલા પડિક્કલને માત્ર 20 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પડિક્કલે આઈપીએલ 2021માં એક સદી અને એક અડધી સદી સાથે 411 રન તો 2020ની સીઝનમાં 473 રન બનાવ્યા હતા.
Congratulations to @rajasthanroyals - Good luck @devdpd07 #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/7M878viXvW
— IndianPremierLeague (@IPL) February 12, 2022
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે