IPL સસ્પેંડ થતા જ સોશલ મીડિયા પર Memes નો વરસાદ, જોઈને તમે પણ હસી પડશો

અમુક ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થતાં હવે ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલેકે, આઈપીએલની આ વખતની ટુર્નામેન્ટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય લેવાતાની સાથે જ સોશલ મીડિયા પર આઈપીએલ અને ખેલાડીઓના મિમ્સ બનવાના શરૂ થઈ ગયા છે.

IPL સસ્પેંડ થતા જ સોશલ મીડિયા પર Memes નો વરસાદ, જોઈને તમે પણ હસી પડશો

નવી દિલ્લીઃ દેશમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. વાયરસના વધતા સંક્રમણને કારણે સતત કોરોનાના દર્દીઓની સંખ્યામાં પણ વધારે થઈ રહ્યો છે. એટલું જ નહીં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. આ સ્થિતિની વચ્ચે ચાલી રહેલી આઈપીએલની ટુર્નામેન્ટમાં અમુક ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થતાં હવે ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલેકે, આઈપીએલની આ વખતની ટુર્નામેન્ટ આઈપીએલ 2021 સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય લેવાતાની સાથે જ સોશલ મીડિયા પર આઈપીએલ અને ખેલાડીઓના મિમ્સ બનવાના શરૂ થઈ ગયા છે.

કારણકે સતત એકબાદ એક ક્રિકેટર્સ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. અને આ બાબત ખુબ ગંભીર બની શકે છે. સવાલ એ પણ થઈ રહ્યો છેકે, આટલી બધી સતર્કતા, સાવચેતી અને સુરક્ષા હોવા છતાં ખેલાડીઓમાં ક્રોરોનાનું સંક્રમણ ક્યાંથી પહોંચી ગયું.

— Indian Memes (@Theindianmeme) May 4, 2021

સતત એકબાદ એક ખેલાડીઓને કોરોનાની ઝપેટમાં આવતા જોઈને સુરક્ષાના કારણોસર આઈપીએલ ગવર્નિંગ કાઉંસિલ અને બીસીસીઆઈએ આપાતકાલિન બેઠક બોલાવીને આઈપીએલને તત્કાલ પ્રભાવથી નિલંબિત એટલેકે, સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

— Indian Memes (@Theindianmeme) May 4, 2021

BCCI એ સત્તાધાર રીતે આની જાહેરાત કરતા કહ્યું છેકે, બીસીસીઆઈ કોઈપણ સ્થિતિમાં ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને જે કોઈપણ આઈપીએલના આયોજન સાથે જોડાયેલાં છે તેમની સુરક્ષા સાથે કોઈ સમાધાન નથી કરી શકતા. આ નિર્ણય આઈપીએલના તમામ ભાગીદારો તેમજ ખેલાડીઓ અને સ્ટાફના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
બીસીસીઆઈની આ પ્રકારની સત્તાવાર જાહેરાત બાદ હવે સોશલ મીડિયામાં એકબાદ એક મીમ્સ બની રહ્યાં છે. લોકો મીમ્સ શેયર કરીને તેની મજાક કરી રહ્યાં છે.

 

— IPL Memes Tamil (@IPL_meme) May 4, 2021

આ મીમ્સના માધ્યમથી દર્શાવવામાં આવ્યું છેકે, આઈપીએલ સસ્પેન્ડ થતાં દરેક ટીમના કેપ્ટનની શું પ્રતિક્રિયા અને શું રિએક્શન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news