કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓએ ગુજરાત સરકાર સામે હાઈકોર્ટમાં દાખલ કરી PIL

વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ (gujarat highcourt) માં અરજદારે રજૂઆત કરી કે, જાહેરહિતની અરજીને સુઓમોટોમાં સામેલ કરવામાં આવે. 
કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓએ ગુજરાત સરકાર સામે હાઈકોર્ટમાં દાખલ કરી PIL

આશ્કા જાની/અમદાવાદ :વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ (gujarat highcourt) માં અરજદારે રજૂઆત કરી કે, જાહેરહિતની અરજીને સુઓમોટોમાં સામેલ કરવામાં આવે. 

કાયદાકીય રીતે 1.25 કરોડની ગ્રાન્ટની જોગવાઈ છે
આ જાહેરહિતની અરજીમાં કહેવાયું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે. કોંગ્રેસના 65 ધારાસભ્યને 1.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હાલમાં ધારાસભ્યોને માત્ર 25 લાખ ફાળવવામાં આવે છે. કાયદાકીય રીતે 1.25 કરોડની ગ્રાન્ટની જોગવાઈ છે. જો હાલ આ મુજબ ગ્રાન્ટ આપવામાં આવે તો આરોગ્યલક્ષી માળખું ઉભું કરી શકીશું. જિલ્લા તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાઓએ સરકાર યોગ્ય ગ્રાન્ટ આપે તો માળખું ઉભુ કરી શકીએ છીએ. હાલ 65 ધારાસભ્યની કુલ ગ્રાન્ટ 97 કરોડ રકમની થાય છે. 

આ પણ વાંચો : રાત્રિ કરફ્યૂ લંબાવવુ કે લોકડાઉન લગાવવું? આજે સાંજે ગુજરાત સરકારે લેશે નિર્ણય

આ પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કાંગ્રેસ પક્ષને 10000 રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો આપવા માંગ કરી હતી. કોંગ્રેસ જરૂરીયાત મંદ લોકોને કાયદાકીય પ્રક્રિયાથી ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા તૈયાર છે તેવું તેમણે પત્રમાં જણાવ્યું હતું. પત્રમાં તેમણે લખ્યું હતું કે, સીઆર પાટીલે થોડા દિવસ અગાઉ સુરતમાં લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news