IPL Auction 2022: આ ખેલાડીઓને લાગી લોટરી, જુઓ સૌથી વધુ રૂપિયા મેળવનાર પ્લેયર્સનું લિસ્ટ

IPL Mega Auction 2022: આઈપીએલ 2022 માટે મેગા ઓક્શનનો આજે બીજો દિવસ છે. અત્યાર સુધી અનેક ખેલાડીઓ પર ધનવર્ષા થઈ છે. તેમાં કેટલાક ભારતીય તો કેટલાક વિદેશી ખેલાડી છે.
 

IPL Auction 2022: આ ખેલાડીઓને લાગી લોટરી, જુઓ સૌથી વધુ રૂપિયા મેળવનાર પ્લેયર્સનું લિસ્ટ

બેંગલુરૂઃ આઈપીએલ 2022 માટે બેંગલુરૂમાં મેગા ઓક્શન ચાલી રહ્યું છે. શનિવાર બાદ રવિવારે પણ ટીમોએ ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો છે. ભારતના અનેક ખેલાડીઓને મોટી રકમ મળી છે. તો વિદેશી ખેલાડીઓએ પણ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મોટી રકમ મેળવી છે. અન્ડર-19ના ખેલાડીઓ પર પણ રૂપિયાનો વરસાદ થયો છે. અમે તમને એવા ખેલાડીઓ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેને આ હરાજીમાં મોટી રકમ મળી છે. 

આ રહ્યાં અત્યાર સુધી હરાજીમાં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડીઓ

1. યુવા ખેલાડી ઈશાન કિશનને મુંબઈ ઈન્ડિયન્સે 15 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. યુવરાજ સિંહ પછી કિશન IPLના ઈતિહાસમાં બીજો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો.

2. ફાસ્ટ બોલર દીપક ચહરમાં ઘણી ટીમોએ રસ દાખવ્યો. દીપકને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ પણ તેઓ ચેન્નાઈ સાથે જોડાયેલા હતા. તેણે અત્યાર સુધી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

3. યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર હરાજીમાં વેચાયેલો ત્રીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. અય્યરને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

4. હરાજીના બીજા દિવસે ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોનને પણ ખૂબ પૈસા મળ્યા. પંજાબ કિંગ્સે 11.50 કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

5. શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરાંગાના નામે એક અનોખો રેકોર્ડ હરાજીમાં નોંધાયો હતો. મેગા ઓક્શનમાં હસરંગાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો શ્રીલંકન ખેલાડી બન્યો છે.

6. વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરનને સનરાઈઝર્સ હૈદરાબાદે હરાજીમાં 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પૂરનનો ટીમમાં સમાવેશ કરવાથી મિડલ ઓર્ડર મજબૂત થશે.

7. યુવા ખેલાડી હર્ષલ પટેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે અગાઉ પણ આ જ ટીમ સાથે સંકળાયેલો હતો. તેણે ગત સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હતી.

8. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને દિલ્હી કેપિટલ્સે રૂ. 10.75 કરોડની બોલી પર ખરીદ્યો હતો. તે છેલ્લી સિઝન સુધી ચેન્નાઈ માટે રમ્યો હતો. ઠાકુર બોલ અને બેટ બંનેથી અજાયબી કરી શકે છે.

9. યુવા ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને રાજસ્થાન રોયલ્સ ટીમે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. છેલ્લી વખતે તે KKR તરફથી રમ્યો હતો.  પ્રસિદ્ધ કૃષ્ણાએ તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

10. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને આ વખતે ગુજરાત ટાઇટન્સે રૂ. 10 કરોડની બોલી લગાવીને લીધો છે. ફર્ગ્યુસન એક શાનદાર બોલર છે અને તેનો રેકોર્ડ ઘણો સારો છે.

11. યુવા બોલર અવેશ ખાનને હરાજીના પહેલા જ દિવસે લખનઉ સુપર જાયન્ટ્સે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અવેશ IPLના ઈતિહાસમાં સૌથી વધુ મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે.

12. દક્ષિણ આફ્રિકાના બોલર કગિસો રબાડાને પંજાબ કિંગ્સની ટીમે 9.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રબાડા વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે.

13. યુવા ઓલરાઉન્ડર શાહરૂખ ખાનને પંજાબ કિંગ્સની ટીમે 9 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

14. આ વખતે રાહુલ તેવતિયા પર પૈસાનો વરસાદ થયો. તેવતિયાને ગુજરાતે 9 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

15. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી જેસન હોલ્ડરને લખનઉ સુપર જાયન્ટ્સે 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

16. સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 8.50 કરોડની બોલી લગાવીને રાહુલ ત્રિપાઠીને પોતાની ટીમમાં સામેલ કર્યો.

17. ભારતના સિનિયર ઓપનર શિખર ધવનને પણ પંજાબ કિંગ્સે 8 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

18. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને રાજસ્થાનની ટીમે 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગત સિઝન સુધી તે મુંબઈમાં હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news