હિજાબ પર ફરી બોલ્યા સીએમ યોગી, 'ભારત શરીયત પ્રમાણે નહીં બંધારણ પ્રમાણે ચાલશે'

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે રવિવારે ઔરૈયામાં હિજાબ વિવાદ પર કહ્યુ કે, દેશ શરિયા નહીં બંધારણથી ચાલશે. દરેક સંસ્થાને પોતાનો ડ્રેસ કોડ તૈયાર કરવાનો અધિકાર છે. બંધારણ પ્રમાણે વ્યવસ્થા ચાલશે.

હિજાબ પર ફરી બોલ્યા સીએમ યોગી, 'ભારત શરીયત પ્રમાણે નહીં બંધારણ પ્રમાણે ચાલશે'

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરોધીઓ પર પ્રહાર કરવાની એક પણ તક છોડી રહ્યાં નથી. ઔરૈયામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી યોગીએ કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદનો ઉલ્લેખ કરતા વિરોધીઓ પર નિશાન સાધ્યુ છે. 

હિજાબ વિવાદ પર યોગીના પ્રહાર

वो रहें या न रहें

भारत शरीयत के हिसाब से नहीं, संविधान के हिसाब से ही चलेगा।

जय श्री राम!

— Yogi Adityanath (@myogiadityanath) February 13, 2022

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર અલગ-અલગ પ્રકારની રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ઔરૈયામાં હિજાબ વિવાદ પર કહ્યુ કે, દેશ શરિયાથી નહીં પરંતુ બંધારણથી ચાલશે. દરેક સંસ્થાને પોતાનો ડ્રેસ કોડ તૈયાર કરવાનો અધિકાર છે. બંધારણ પ્રમાણે વ્યવસ્થા ચાલશે. મુખ્યમંત્રીએ કહ્યુ- ગજવા-એ-હિન્દનું સપનું જોનારા તાલિબાની વિચારના ધર્માંધ ઉન્માદી આ વાત ગાંઠ બાંધી લે... તે રહે કે ન રહે. ભારત શરીયત પ્રમાણે નહીં બંધારણ પ્રમાણે ચાલશે. જય શ્રી રામ. તેમણે કહ્યુ- જિલ્લા ઔરૈયામાં રાષ્ટ્રવાદની લહેર લેતા આ જન-સમુદ્રમાં ભાજપના પ્રચંડ વિજયની હુંકાર છે. જિન્નાવાદીઓનું જિન્ન જનતા ઉતારી રહી છે. ધન્યવાદ ઔરૈયા વાસીઓ. 

'जिन्नावादियों' का 'जिन्न' जनता 'उतार' रही है...

धन्यवाद औरैया वासियों! pic.twitter.com/3zRMOagtid

— Yogi Adityanath (@myogiadityanath) February 13, 2022

પ્રથમ તબક્કા બાદ વિપક્ષનો ચહેરો સુકાઈ ગયો
ઝી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યુ હતુ કે પ્રથમ ફેઝ બાદ વિપક્ષનો ચહેરો કરમાઈ ગયો છે. ગરમી શાંત કરવાા પોતાના નિવેદન પર મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, જે લોકો કૈનારાના પલાયન માટે, તોફાનો માટે જવાબદાર હતા ચૂંટણીની જાહેરાત બાદ બહાર નિકળી ગયા. આ તેના માટે હતું. ગુનેગાર અને ગુને કરનાર માટે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news