IPL 2024: IPLના આ 5 કેપ્ટન પર તોળાઈ રહ્યું છે આ મોટું જોખમ, લિસ્ટમાં હાર્દિક પંડ્યાનું પણ નામ
Trending Photos
IPL 2024 : આઈપીએલ 2024નો રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ ટીમો લગભગ 7-7 મેચો રમી ચૂકી છે. ત્યારબાદ પોઈન્ટ ટેબલમાં સંજૂ સેમસનની રાજસ્થાન રોયલ્સ પહેલા નંબરે છે. આ ઉપરાંત આરસીબી ફરી એકવાર પોઈન્ટ ટેબલમાં ગગડી ગઈ. જે સૌથી છેલ્લા નંબરે છે. બીજી બાજુ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત અને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ બાદ હાર્દિક પંડ્યા ઉપર પણ બેનનું જોખમ વધી ગયું છે. ખેલાડીઓે હવે બેદરકારી ભારે પડી શકે છે.
કેમ તોળાઈ રહ્યું છે જોખમ
વાત જાણે એમ છે કે આઈપીએલ 2024ની 33મી મેચમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આમને સામને હતી. આ મેચ મુંબઈ ઈન્ડિયન્સે 9 રનથી જીતી લીધી હતી પરંતુ મેચ જીત્યા બાદ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યા પર એક્શન લેવામાં આવ્યું. કારણ કે મુંબઈની ટીમ આ મેચમાં સ્લો ઓવર રેટની દોષી ઠરી. ત્યારબાદ બીસીસીઆઈએ તેમના પર 12 લાખનો દંડ ફટકાર્યો છે. જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વધુ બે મેચોમાં આ રીતે સતત સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરે તો કેપ્ટન હાર્દિક પંડ્યા પર એક મેચ માટે પ્રતિબંધ પણ મૂકાઈ શકે છે.
🚨 HARDIK PANDYA FINED 12 LAKHS FOR MAINTAINING SLOW OVERRATE. 🚨 pic.twitter.com/vWtURo8VEW
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024
આ કેપ્ટનોને પણ થયો દંડ
આઈપીએલ 2024 દરમિયાન આ અગાઉ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમોને પણ સ્લો રન રેટ માટે દોષિત ઠેરવવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હીના કેપ્ટન ઋષભ પંત અને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ ઉપર પણ બીસીસીઆઈએ દંડ ફટકાર્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમ બેવાર દોષિત ઠરી છે ત્યારબાદ કેપ્ટન પંત પર બે વાર 12-12 લાખનું દંડ થયેલો છે. આવામાં જો હવે દિલ્હીની ટીમ વધુ એકવાર દોષિત ઠરે તો કેપ્ટન પંત પર એક મેચ માટે પ્રતિબંધ પણ લાગી શકે છે.
5 ભારતીય કેપ્ટનોને થયો છે દંડ
આ યાદીમાં અત્યાર સુધીમાં 5 કેપ્ટનોના નામ આવ્યા છે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ ઐય્યર, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસન, દિલ્હીના કેપ્ટન ઋષભ પંત, ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના નામ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે