PBKS vs RR IPL 2023: પંજાબ કિંગ્સની સતત બીજી જીત, રોમાંચક મેચમાં રાજસ્થાનને હરાવ્યું

આઈપીએલની 16મી સીઝનની 8મી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાઈ. પંજાબની ટીમે રાજસ્થાનની ટીમને 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અત્યંત રોમાંચક મેચમાં રાજસ્થાનની ટીમ 7 વિકેટના નુકસાન પર 192 રન જ કરી શકી. આમ રાજસ્થાન 5 રનથી હારી ગયું. 
PBKS vs RR IPL 2023: પંજાબ કિંગ્સની સતત બીજી જીત, રોમાંચક મેચમાં રાજસ્થાનને હરાવ્યું

Rajasthan vs Punjab Match: આઈપીએલની 16મી સીઝનની 8મી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાઈ. પંજાબની ટીમે રાજસ્થાનની ટીમને 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અત્યંત રોમાંચક મેચમાં રાજસ્થાનની ટીમ 7 વિકેટના નુકસાન પર 192 રન જ કરી શકી. આમ રાજસ્થાન 5 રનથી હારી ગયું. 

મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતી અને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબના કેપ્ટન શિખર ધવનની શાનદાર ઈનિંગના કારણે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને પંજાબની ટીમે 197 રન કર્યા. ત્યાબાદ રાજસ્થાનની ટીમ 7 વિકેટના નુકસાન પર 192 રન જ કરી શકી. પંજાબના કેપ્ટન શિખર ધવન અને પ્રભસિમરન સિંહની અડધી સદીની મદદથી પંજાબે જીત મેળવી. પ્રભસિમરન સિંહ સાથે શિખર ધવને 90 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી. ધવને 56  બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 86 રનની ઈનિંગ રમી. પ્રભસિમરને 34 બોલમાં 60 રન કર્યા. વિકેટકીપર જીતેશ શર્માએ 27 રન કર્યા. ધવને જીતેશ સાથે બીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી. 

ધવને ચહલની બોલિંગમાં સતત બે ચોગ્ગા સાથે 36 બોલમાં 48મી આઈપીએલ અડધી સદી બનાવી. તેમના નામ પર આઈપીએલમાં 50 રનથી વધુના 50 સ્કોર થયા. ડેવિડ વોર્નર અને વિરાટ કોહલી બાદ આ ઉપલબ્ધિ મેળવનારા ફક્ત ત્રીજા ખેલાડી છે. રાજસ્થાનના જેસન હોલ્ડરે 29 રન પર 2 વિકેટ લીધી જ્યારે અશ્વિન અને ચહલને 1-1 વિકેટ મળી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news