IPL 2023 માં આ ખેલાડીની શરમજનક હરકતથી હંગામો મચી ગયો, BCCI એ તાબડતોબ લીધુ એક્શન
Trending Photos
IPL 2023 News: IPL 2023 માં એક ક્રિકેટરે એવી શરમજનક હરકત કરી કે મોટો હોબાળો મચી ગયો છે. જો કે ત્યારબાદ તરત જ BCCI પણ એક્શનમાં આવી ગયું. કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનિંગ બેટર જેસન રોયે બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદધ રમાયેલી આઈપીએલ મેચ દરમિયાન એક એવી હરકત કરી કે ત્યારબાદ BCCI એ તેમને સજા પણ આપી દીધી. ગુસ્સામાં કરેલી એક ભૂલ જેસન રોયને ભારે પડી ગઈ. આ બેટર પર મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL 2023 કરી આવી શરમજનક હરકત
વાત જાણે એમ છે કે કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનિંગ બેટર જેસન રોયને આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર વિજયકુમાર વૈશાકે ક્લીન બોલ્ડ કરી નાખ્યો. ક્લીન બોલ્ડ થતા જ જેસન રોયે જમીન પર પડેલી સ્ટેમ્પની બેલ્સ પર પોતાનો બેટ જોરથી માર્યું. જેસન રોય પર તરત જ આ હરકત બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. જેસન રોય ક્રિકેટ ઉપકરણનું અપમાન કરવા અને નુકસાન પહોંચાડવાના મામલે દોષિત જણાયો છે. જેસન રોયે આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2નો ભંગ કર્યો છે.
BCCI એ કરી કાર્યવાહી
IPL એ એક પ્રેસ રિલીઝ કરીને કહ્યું કે જેસન રોય પર આઈપીએલની આચાર સંહિતાની કલમ 2.2ના ભંગ બદલ દંડ કરાયો છે. જેસન રોયે આઈપીએલની આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1નો અપરાધ સ્વીકાર્યો છે. આચાર સંહિતા 1ના ભંગ બદલ મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બાધ્યકારી છે. આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2 મેચ દરમિયાન ક્રિકેટ ઉપકરણ કે કપડાં, ગ્રાઉન્ડ ઉપકરણના દુરઉપયોગ સાથે જોડાયેલો છે.
કોલકાતાએ બેંગ્લુરુને હરાવ્યું
અત્રે જણાવવાનું કે ઓપનિંગ બેટર જેસન રોયની અડધી સદી અને કેપ્ટન નીતિશ રાણાની ધમાકેદાર ઈનિંગ બાદ બોલર્સના શાનદાર પ્રદર્શનને પગલે કોલકાતા નાઈટ રાઈડર્સે બુધવારની આરસીબી સામની મેચ 21 રનથી જીતીને સતત ચાર હાલનો સિલસિલો તોડ્યો છે. કોલકાતાના 201 રનના લક્ષ્યાંકનો પીછો કરતા આરસીબીની ટીમ કેપ્ટન વિરાટ કોહલીના 54 રન છતાં આઠ વિકેટ પર ફક્ત 179 રન કરી શકી. કોહલી ઉપરાંત મહિપાલ લોમરોરે 34, દિનેશ કાર્તિકે 22 રન કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે