CSK Vs LSG IPL 2023: અત્યંત રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને આપી માત

IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સે આ સીઝનમાં પોતાની પહેલી જીત મેળવી છે. લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને 12 રને હરાવી દીધી. સીએસકેની જીતના હીરો મોઈન અલી રહ્યો જેણે 4 વિકેટ લીધી. 

CSK Vs LSG IPL 2023: અત્યંત રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને આપી માત

IPL 2023: ગુજરાત સામે પહેલી મેચ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે લખનઉને હરાવીને સીઝનમાં પોતાના નામે પહેલી જીત કરી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા સીએસકેએ સાત વિકેટના ભોગે 218 રન કર્યા હતા. ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 57 રન કર્યા હતા. જ્યારે ડેવોન કોન્વેએ 47 રન  અને શિવમ દુબેએ 27 રન કર્યા હતા. એમ એસ ધોનીએ 12 રન કર્યા. જેમાં બે છગ્ગા સામેલ હતા. લખનઉની ટીમ તરફથી માર્ક વુડ અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ મેળવી. 

ઋતુરાજ-કોનવેની શાનદાર બેટિંગ
ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ શાનદાર બેટિંગ કરી. ઋતુરાજે 31 બોલમાં 57 રનની ઈનિંગ રમી, આ ઈનિંગ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. કોનવેએ પણ ઋતુરાજને સારો સાથ આપ્યો. જો કે તે અડધી સદીથી ચૂકી ગયો. પરંતુ 47 રનની મહત્વની ઈનિંગ રમી. આ ઈનિંગ્સના કારણે ટીમે લખનઉને 218 રનનો જાયન્ટ ટાર્ગેટ આપવામાં સફળતા મેળવી. લખનઉ તરફથી માર્ક વુડ અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી. જ્યારે આવેશ ખાનને 1 વિકેટ મળી. 

ધોનીના બે છગ્ગા
ઘરેલુ મેદાન પર ચાર વર્ષ બાદ મેચ રમી રહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા. ધોનીએ બેટિંગ કરતા પહેલા બે બોલ પર બે મોટા છગ્ગા ફટકાર્યા. જો કે તે 12 રનના સ્ટોર પર આઉટ થઈ ગયા. ધોનીના 2 છગ્ગા જોઈ દર્શકો પણ ઝૂમી ઉઠ્યા હતા. આ બે છગ્ગા સાથે ધોનીએ આઈપીએલ કરિયરમાં 5000 રન પૂરા કર્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news