IPL 2022: દિલ્હી સામે હાર બાદ મુશ્કેલીમાં ફસાયો રોહિત, આ કારણે લાગ્યો લાખો રૂપિયાનો દંડ

IPL 2022 ના બીજા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટે પરાજય આપ્યો છે. પરંતુ આ મેચમાં હાર બાદ મુંબઈના કેપ્ટન રોહિત શર્માને દંડ ફટકારવામાં આવ્યો છે. 

IPL 2022: દિલ્હી સામે હાર બાદ મુશ્કેલીમાં ફસાયો રોહિત, આ કારણે લાગ્યો લાખો રૂપિયાનો દંડ

નવી દિલ્હીઃ આઈપીએલ 2022ની બીજી મેચ ખુબ રોમાંચક અને ધમાકેદાર રહી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની સામે દિલ્હી કેપિટલ્સની ટીમ હતી. આ મુકાબલામાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની સામે 178 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જવાબમાં દિલ્હીએ 10 બોલ બાકી રહેતાં મેચ પોતાના નામે કરી લીધી હતી. કેપ્ટન રોહિત શર્મા માટે ફરી આઈપીએલની શરૂઆત ખરાબ રહી છે. પરંતુ આ હાર બાદ રોહિતને વધુ એક ફટકો લાગ્યો છે. 

રોહિતને મળી મોટી સજા
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પર દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રવિવારે રમાયેલી આઈપીએલ મેચમાં ધીમી ઓવર ગતિ માટે 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈનો આ મેચમાં ચાર વિકેટથી પરાજય થયો હતો. આઈપીએલે અખબારી યાદીમાં કહ્યું, મુંબઈ ઈન્ડિયન્સ પર 27 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ટાટા આઈપીએલ 2022 મેચ દરમિયાન સ્લો ઓવર રેટને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે સ્લો ઓવર રેટ સાથે જોડાયેલો આ પ્રથમ અપરાધ છે, તેથી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

ઈશાન કિશનની ઈનિંગ પાણીમાં
મુંબઈના બેટરોએ સીઝન 15ની પોતાની પ્રથમ મેચમાં દમદાર શરૂઆત કરી હતી. મુંબઈ માટે રોહિત શર્મા અને ઈશાન કિશને ઈનિંગની શરૂઆત કરી હતી. રોહિત 41 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ ઈશાન કિશને દમદાર ઈનિંગ રમી અને તે 81 રન બનાવી અણનમ રહ્યો હતો. મુંબઈએ 5 વિકેટે 177 રન બનાવ્યા હતા. તિલક વર્માએ પણ 22 રન બનાવ્યા હતા. પરંતુ દિલ્હીએ લલિત યાદવ અને અક્ષર પટેલની ભાગીદારીથી શાનદાર જીત મેળવી હતી. 

5 વખતની ચેમ્પિયન છે મુંબઈ
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી સફળ ટીમ છે. રોહિતની આગેવાનીમાં મુંબઈની ટીમ 2013, 2015, 2017, 2019 અને 2020માં આઈપીએલમાં ચેમ્પિયન બની હતી. મુંબઈએ આ સીઝન માટે હરાજીમાં ડિવાલ્ડ બ્રેવિસ, ઈશાન કિશન, ટિમ ડેવિડ, ટાઇમલ મિલ્સ અને ડેનિયલ સેમ્સ જેવા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. રોહિત 2013થી ટીમની કમાન સંભાળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news