IPL 2022: 'ઐસે કૈસે DC', ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યા બાદ સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યું મીમ

દિલ્હીની ટીમ સામે આ જીત બાદ અમદાવાદ ફ્રેન્ચાઈઝી (ગુજરાત ટીમ)એ સોશિયલ મીડિયા પર એક મીમ શેર કરીને દિલ્હીની ટીમને ટોણો માર્યો છે. ગુજરાતની ટીમે બોલિવૂડના દિગ્ગજ કલાકાર રાજ કપૂર અને અભિનેત્રી વહીદા રહેમાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

IPL 2022: 'ઐસે કૈસે DC', ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યા બાદ સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યું મીમ

નવી દિલ્હી: આઈપીએલની 15મી સીઝનમાં 10મી મેચમાં ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને કારમી હાર આપી છે. હાલ ગુજરાતની ટીમનો આત્મવિશ્વાસ ખુબ જ ઉંચો છે. ત્યારે સોશિયલ મીડિયા પર ગુજરાતની ટીમે એક મીમ પોસ્ટ કરીને મઝા લીધી છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં શનિવારે દિલ્હી કેપિટલ્સ (DC) અને નવી ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં છેલ્લે સુધી પ્રશંસકોને એવું લાગતું હતું કે દિલ્હીની ટીમ સરળતાથી જીતી જશે, અને પીચ પણ બેટરોને મદદ કરી રહી હતી. પરંતુ તેમ છતાં ગુજરાત ટાઈટન્સના બોલરોએ દિલ્હીના બેટરોના ડાડીયા ડૂલ કરી નાંખ્યા હતા અને સંઘર્ષમય મેચમાં 14 રને કારમી હાર આપી હતી. આ સિઝનમાં દિલ્હીની ટીમની બે મેચમાં આ પ્રથમ હાર છે. જ્યારે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ગુજરાતની ટીમની સળંગ આ બીજી જીત છે.

દિલ્હીની ટીમ સામે આ જીત બાદ અમદાવાદ ફ્રેન્ચાઈઝી (ગુજરાત ટીમ)એ સોશિયલ મીડિયા પર એક મીમ શેર કરીને દિલ્હીની ટીમને ટોણો માર્યો છે. ગુજરાતની ટીમે બોલિવૂડના દિગ્ગજ કલાકાર રાજ કપૂર અને અભિનેત્રી વહીદા રહેમાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

— Gujarat Titans (@gujarat_titans) April 2, 2022

ગુજરાતની પોસ્ટ પર ચાહકોએ આપી પ્રતિક્રિયા 
ગુજરાત ટાઇટન્સે પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું- 'બેટિંગ ફર્સ્ટ એન્ડ વિનિંગ?' તેની સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો છે, તેના પર લખ્યું - ઐસે કૈસે DC. (કેવી રીતે ડીસી) ગુજરાત ટીમની આ પોસ્ટ પર ચાહકોએ પણ જોરદાર પ્રતિક્રિયા આપી હતી. યુઝર્સે પણ આ મેચને રાજકારણ સાથે જોડીને જોઈ. એક યુઝરે કહ્યું- આ મોદીનું ગુજરાત છે ભાઈ. અન્ય એક યુઝરે લખ્યું- દિલ્હી જોરદાર સમર્થન સાથે ગુજરાતને જીતવાનો પ્રયાસ કરી રહ્યું, પરંતુ પરિણામ ગુજરાત ટાઇટન્સ સરળતાથી જીતી ગયું.

ગુજરાત ટાઈટન્સ સામે જીતેલી મેચ હારી જતા પંત અકળાયો, આ ખેલાડીઓ પર હારનું ઠીકરું ફોડી કહ્યું કે...

મેચમાં આ રીતે હારી દિલ્હી કેપિટલ્સ ટીમ
વાસ્તવમાં, મેચમાં દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને ગુજરાતની ટીમને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આમંત્રિત કરી હતી. આવી સ્થિતિમાં શુભમન ગિલના 84 રનના કારણે ગુજરાતની ટીમે 6 વિકેટે 171 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હીની ટીમ 9 વિકેટ ગુમાવીને 157 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. રિષભ પંતે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા.

દિલ્હીની આગામી મેચ લખનઉ સામે થશે
હવે દિલ્હી કેપિટલ્સની આગામી એટલે કે ત્રીજી મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) સામે થશે. આ મેચ 7મી એપ્રિલે રમાશે. જ્યારે ગુજરાત ટાઇટન્સની ત્રીજી મેચ 8 એપ્રિલે રમાશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે રમાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news