IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગની અત્યાર સુધીની સીઝનના 25 અનોખા રેકોર્ડસ

IPL 2021: વિશ્વની સૌથી મોટી ટી20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 9 એપ્રિલથી થવાની છે. ત્યારે અત્યાર રમાયેલી સીઝનમાં બનેલા રેકોર્ડ પર એક નજર કરીએ. 

IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગની અત્યાર સુધીની સીઝનના 25 અનોખા રેકોર્ડસ

નવી દિલ્હીઃ IPLની 14મી એડિશન હવે બસ ટૂંક સમયમાં શરૂ થવાની છે. આઠેય ટીમો ફરીએકવાર તૈયાર થઈ ચુકી છે T20 ફોર્મેટમાં પોતાનો ડંકો વગાડવા માટે. અને મુંબઈ ઈન્ડિયન્સ ફરીએકવાર ડિફેન્ડીંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે.

9મી એપ્રિલથી IPLની 14મી સિઝન શરૂ થવા જઈ રહી છે. ત્યારે, આ વખતે કોઈ પણ ટીમને હોમ એડવાનટેજ નહીં મળે. દરેક ટીમો માત્ર 6 મેદાનો પર પોતાની મેચો રમશે. ત્યારે, આ  IPLની સિઝન લાંબા અંતરાલ બાદ ભારતમાં રમાશે. જેના કારણે ફેન્સમાં પણ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચૌદમી સિઝન શરૂ થાય તે પહેલાં અહીં વાંચો IPLના 25 યુનિક રેકોર્ડસ્ વિશે

1. ચેન્નઈ સુપર કિંગસે અત્યારસુધી સૌથી વધુ ફાઈનલ મેચો રમી છે. CSKએ 11 સિઝનમાં 8 સિઝનોમાં ફાઈનલ મેચ રમી છે.

2. જ્યારે, પણ ભારત બહાર IPLની કોઈ સિઝન રમાઈ છે. ત્યારે, CSK તે સિઝનમાં જીત નથી મેળવી શક્યું. 2009માં તેઓ ચોથા આવ્યા હતા અને 2014માં CSKની ટીમ ત્રીજી આવી હતી. 2020ની સિઝનમાં CSK પોઈન્ટસ ટેબલમાં 7માં ક્રમાંકે આવી હતી.

3. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ એક જ સિઝનમાં સૌધી વધુ મેચો રમવાનો રેકોર્ડ બનાવ્યો છે. જેમાં 2012માં CSK 19 મેચો રમ્યું હતું. ત્યારે, 2013માં MI 19 મેચ રમ્યું હતું.

4. અત્યારસુધી એક IPL મેચમાં સૌધી વધુ રન 469 બન્યા છે. જે 2010માં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં CSKની ટીમે 246 રન માર્યા હતા અને RR તેના જવાબમાં ચેઝ કરતાં 223 રન કર્યા હતા.

5. સૌધી વધુ નો રીઝલ્ટ ગેમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે છે. RCBની 4 મેચોનું કઈ પરિણામ આવ્યું ન હતું.

6. એક સિઝનમાં સૌધી વધુ મેચ હારવાનો રેકોર્ડ દિલ્લી કેપીટલ્સની ટીમના નામે છે. DC IPLની 13મી સિઝનમાં 16માંથી માત્ર 3 મેચો જ જીતી શકી હતી અને 13 મેચમાં હારી હતી.

7. સૌધી વધુ ફાઈનલ જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે છે. MI 6 ફાઈનલ મેચોમાંથી 5 ફાઈનલ જીતી છે.

8. IPLના ઈતિહાસમાં સૌધી મોટું જીતનું માર્જિન મુંબઈ ઈન્ડિયન્સના નામે છે. MI 2008માં કોલકત્તા નાઈટ રાઈડર્સની સામે 87 બોલ બાકી અને 8 વિકેટે જીત્યું હતું.

9. IPLમાં સૌધી વધુ સિધી ટક્કર ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થઈ છે. બંને ટીમો એકબીજા સામે 30 વખત સામ-સામે ટકરાયા છે. જેમાં, CSK 12 મેચ જીત્યું છે.

10. સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલન્જર્સ બેંગ્લોર જ 2 એવી ટીમ છે જેમનો 2 ટીમો સામે 100 પરસન્ટ વિન રેશિયો છે. જેમાં SRH ગુજરાત લાયન્સ અને પુને વોરિયર્સ સામે તમામ મેચો જીત્યું છે. અને RCB કોચી ટસકર્સ અને પુને વોરિયર્સ સામે તમામ મેચો જીત્યું છે.

11. ચેન્નઈ સુપર કિંગ્સ માત્ર એક જ ટીમ એવી છે જે 2 વખતે 1 રનથી મેચ હારી છે. જેમાં, RCB સામે તેઓ 1 રનથી 2019માં હાર્યા હતા. જ્યારે, તે જ સિઝનમાં મુંબઈ સામે ફાઈનલમાં 1 રનથી CSK હાર્યું હતું.

12. મુંબઈ ઈન્ડિયન્સ સૌધી મોટા રન મર્જીનથી જીતનારી ટીમ છે. MI એ દિલ્લી કેપ્ટિલ્સની ટીમને 2017માં 146 રનથી કચડ્યું હતું.

13. કિંગ્સ પંજાબ ઈલેવન પંજાબ એક એવી ટીમ છે. જેમણે સૌધી વધુ સુપર ઓવર જીતી છે. 2010, 2015 અને 2020માં KXIPએ સોપર ઓવરમાં જીત મેળવી હતી.

14. કોલકત્તા નાઈટ રાઈડર્સે અત્યારસુધી સૌથી વધુ સુપર ઓવરમાં હારનો સામનો કર્યો છે. KKR 3 મેચમાં સુપર ઓવરમાં હારનો સ્વાદ ચાખ્યો છે.

15. રાજસ્થાન રોયલ્સ જ એક માત્ર ટીમ છે. જેના ચાર બોલરોએ હેટ્રીક લીધી છે. અજીથ ચંદિલાએ 2012માં , પ્રવીણ તાંબેએ 2014માં, શેન વોટ્સને 2014માં અને શ્રેયસ ગોપાલે 2019માં હેટ્રીક લીધી હતી.

16. ચેન્નઈ સુપર કિંગ્સ તામમ IPL સિઝનમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ છે. 179 મેચોમાં CSK 106 મેચો જીતી છે. એટલે તેમનો વિશ રેશિયો છે 59.83%. જ્યારે, મુંબઈ ઈન્ડિયન્સનો 59.11% વિન રેશિયો છે.

17. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ છે જે માત્ર એક વખત 100 રનથી ઓછામાં ઓલ આઉટ થઈ છે. બાકી તમામ ટીમો 2 વખતથી વધુ 100 રનની અંદર ઓલ આઉટ થઈ ચુકી છે.

18. મુંબઈ ઈન્ડિયન્સે IPLમાં સૌથી વધુ મેચો રમી છે. મુંબઈ ઈન્ડિયન્સે અત્યારસુધી 203 મેચો રમી છે. જેમાંથી તેઓ 118 મેચો જીત્યા છે.

19. રોયલ ચેલન્જર્સ બેંગ્લોરે ઓક્શનમાં સૌથી વધુ રૂપિયા ખર્ચ કર્યા છે. અત્યારસુધીમાં RCBએ 773.05 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

20. સિંગલ સિઝનમાં સૌધી સારો વિન રેશિયો રાજસ્થાન રોયલ્સનો છે. RR પ્રથમ સિઝનમાં 16 મેચમાંથી 13 મેચ જીત્યું હતું. અને તેમનો વિન રેશિયો હતો 78.57%નો. જે અત્યારસુધીનો હાઈએસ્ટ છે.

21. સિંગલ સિઝનમાં સૌથી વધુ ખરાબ પ્રદર્શન દિલ્લીનું રહ્યું છે. દિલ્લી 2014માં 14માંથી માત્ર 2 જ મેચ જીત્યું હતું.

22. મુંબઈ ઈન્ડિયન્સ KKR સામે 27માંથી 21 મેચો જીત્યું છે.

23. સૌધી વધુ રન અને સૌથી ઓછો રન કરવાનો રેકોર્ડ RCB ધરાવે છે. RCBએ 2013માં પુને વોરિયર્સ સામે 263 રન કર્યા હતા અને સૌથી ઓછા 49 રન પણ RCBએ જ કર્યા હતા.

24. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ વખત 1 રનથી જીત્યું છે. MI ત્રણ વખત 1 રનથી મેચ જીત્યું છે. તેઓ રાઈઝિંગ પુને સુપર જાયન્ટસ, ચેન્નઈ સુપર કિંગ્સ અને પુને વોરિયર્સ સામે જીત્યા હતા.

25. IPLમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર છે RCBના કેપ્ટન વિરાટ કોહલી. કોહલીએ અત્યારસુધી 5,878 રન IPLમાં બનાવ્યા છે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news