IPL 2020: આ દિવસે જાહેર થશે મેચનું શિડ્યુલ, આવ્યો ચાહકોની આતુરતાનો અંત
આઈપીએલ સીઝન 13 (IPL 2020)ને લઈને ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ ઉત્સાહિત છે. કોવિડ-19ને કારણે એપ્રિલમાં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. મહામારી ફાટી નીકળવાના કારણે આ વર્ષે આઈપીએલ સીઝનમાં 13 મેચ દેશની બહાર દુબઈમાં યોજાઇ રહી છે
Trending Photos
નવી દિલ્હી: આઈપીએલ સીઝન 13 (IPL 2020)ને લઈને ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ ઉત્સાહિત છે. કોવિડ-19ને કારણે એપ્રિલમાં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. મહામારી ફાટી નીકળવાના કારણે આ વર્ષે આઈપીએલ સીઝનમાં 13 મેચ દેશની બહાર દુબઈમાં યોજાઇ રહી છે. તાજેતરમાં આઈપીએલ 2020ના શિડ્યુલને લઈને એક નવી અપડેટ આવી છે. આઈપીએલના અધ્યક્ષ (IPL Governing Council Chairman) બ્રિજેશ પટેલે શનિવારે (5 સપ્ટેમ્બર) એએનઆઈ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે આઈપીએલ 2020નું શિડ્યુલ રવિવારે એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
ક્રિકેટ ચાહકો ઘણા સમયથી આઈપીએલ (IPL 2020)ની રાહ જોઇ રહ્યા હતા. જો કે, આ વખતે તેઓ સ્ટેડિયમમાં જઇ તેમના પ્રિય ક્રિકેટરનો ઉત્સાહ વધારી શકશે નહીં. આઈપીએલ 2020ની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ વખતે તમામ મેચ દુબઇ, અબુ ધાબી અને શારજાહમાં રમાશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ બ્રિજેશ પટેલના અહેવાલથી લખ્યું કે, "UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આઈપીએલ 2020નું શિડ્યૂલ આવતીકાલે (રવિવારે) જાહેર થશે."
ઉલ્લેખનીય છે કે, આ પહેલા BCCI અધ્યક્ષ સૌરભ ગાંગુલી (Sourav Ganguly)એ એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 4 સપ્ટેમ્બર (શુક્રવાર)ના આ લીગનું સિડ્યુલ જારી કરવામાં આવશે. ત્યારબાદ જ્યારે શનિવાર બપોર સુધી જારી કરવામાં આવ્યું નહીં તો આઇપીએલ ચેરમેને તેને રવિવારના જાહેર કરવાની વાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે