સુરત: SMC કર્મચારીઓ દ્વારા ફરજ દરમિયાન જ ઓફીસમાં દારૂપાર્ટી, VIDEO થઇ રહ્યો છે વાયરલ

રાજ્યમાં કથિત રીતે દારૂબંધી છે. તેવામાં સરકારી કર્મચારીઓ દ્વારા જ દારૂની પાર્ટીઓ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ઓફીસમાં જ દારૂની પાર્ટી કરવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. જો કે આ બંન્ને અધિકારીઓની ઓળખ કરીને પાલિકા કમિશ્નર દ્વારા બંન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે ઝોનમાં કર્મચારીઓ ફરજ દરમિયાન દારૂ પાર્ટી કરતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી હતી.
સુરત: SMC કર્મચારીઓ દ્વારા ફરજ દરમિયાન જ ઓફીસમાં દારૂપાર્ટી, VIDEO થઇ રહ્યો છે વાયરલ

સુરત : રાજ્યમાં કથિત રીતે દારૂબંધી છે. તેવામાં સરકારી કર્મચારીઓ દ્વારા જ દારૂની પાર્ટીઓ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ઓફીસમાં જ દારૂની પાર્ટી કરવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. જો કે આ બંન્ને અધિકારીઓની ઓળખ કરીને પાલિકા કમિશ્નર દ્વારા બંન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે ઝોનમાં કર્મચારીઓ ફરજ દરમિયાન દારૂ પાર્ટી કરતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી હતી.

ગુજરાતમાં દારૂબંધીની ગુલબાંગો પોકારાતી હોય છે, પરંતુ શહેરમાં તો સામાન્ય લોકોની સાથે સાથે અધિકારીઓ પણ હવે દારૂની મહેફીલ માણતા દ્રશ્યો જોવા મળતા ચકચાર મચી ગઇ હતી. ત્યારે વધારે એક મનપા અધિકારીની દારૂની મહેફીલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ઉધના ઝોનનાં બે અધિકારીઓ વીડિયોમાં મહેફીલ માણતા સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. વાયરલ વીડિયોમાં ઉધના ઝોનના સર્વેયર તરીકે કામ કરતા બંન્ને અધિકારીઓ દારૂબંધીના લીરેલીરા ઉડાવીને દારૂની પાર્ટી કરતા હોવાનું વાયરલ થઇ રહેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. જેથી આ વાયરલ વીડિયોનાં આધારે પાલિકા કમિશ્નર કડક પગલા લેતા બંન્નેને સસ્પેન્ડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરતના નવા પોલીક મિશ્નરે ચાર્જ સંભાળ્યો છે. ત્યારથી શહેરના બુટલેગરો, જુગારધામ કોલ સેન્ટર પર તવાઇ આવી છે.

દારૂબંધી વચ્ચે પાલિકાના બંન્ને અધિકારીઓ પાસે ક્યાંથી મળી આવ્યો તે પોલીસ માટે એક તપાસનો વિષય બની ગયો છે. આ ઉપરાંત દારૂની બોટલ ક્યાંથી આવી અને કોઇ પરિસ્થિતી લાવવામાં આવી તે બાબત પણ તપાસનો વિષય છે. આ સમગ્ર ઘટના મુદ્દે ુધના ઝોનમાં ફરજ બજાવતા વીરેન્દ્ર ઠાકોર અને વિશાલ મુન્શીની ઓળખ કરવામાં આવી છે. પાલિકા દ્વારા બંન્ને કર્મચારીઓ સામે પગલા લેવામાં આવ્યા છે. બંન્નેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news