IPL 2020: KKR અને DCના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ XIમાં તક

આઇપીએલ 2020 (IPL 2020)ની 42મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટરાઇડર્સ (KKR) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીને આજે પોતાના માટે પ્લેઓફનો રસ્તો સ્પષ્ટ કરવાનો છે. ત્યારે કેકેઆરને આ ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખવી છે તો શેખ ઝાયદ સ્ટેડિયમમાં અગાઉની હારને ભુલી સારું પ્રદર્શન કરવાનું રહેશે.
IPL 2020: KKR અને DCના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ XIમાં તક

અબુ ધાબી: આઇપીએલ 2020 (IPL 2020)ની 42મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટરાઇડર્સ (KKR) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીને આજે પોતાના માટે પ્લેઓફનો રસ્તો સ્પષ્ટ કરવાનો છે. ત્યારે કેકેઆરને આ ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખવી છે તો શેખ ઝાયદ સ્ટેડિયમમાં અગાઉની હારને ભુલી સારું પ્રદર્શન કરવાનું રહેશે.

દિલ્હી કેપિટલ્સ
પ્લોઇન્ટ ટેબલમાં બીજા નંબર દિલ્હી કેપિટલ્સની ટીમને જો ટૂર્નામેન્ટમાં ટોપ પોઝિશન ફરીથી મેળવવી છે તો તેના બેટ્સમેનોને કોલકાતા નાઈટ રાઇડર્સની સામે જીતવું પડશે. દિલ્હી તરફથી શિખર ધવન શાનદાર ફોર્મમાં છે અને તેણે છેલ્લી બે મેચમાં સદી ફટકારી છે. પરંતુ બાકી બેટ્સમેનની નિષ્ફળતાના કારણે આ ટીમને કિગ્સ ઇલેવન પંજાબની સામે હારનો સામનો કરવો પડ્યો.

દિલ્હી કેપિટલ્સ સંભવિત પ્લેઇંગ XI: પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), શિમરોન હેટમાયર, ડેનિયલ સમ્સ, માર્કસ સ્ટોઇનિસ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગિસો રબાડા, તુષાર દેશપાંડે.

કોલકાતા નાઇટ રાઇડર્સ
કેકેઆરની ટીમ આરસીબીની સામે શરમજનક પ્રદર્શન બાદ આ મેચમાં ઉતરશે. આ મેચમાં કેકેઆરની ટીમે 84 રન બનાવ્યા હતા. આ ટીમના મનોબળ પર નકારાત્મક પ્રભાવ પડ્યો હશે. કેકેઆરના હજુ 10 પોઇન્ટ છે અને તે ચોથા સ્થાન પર છે. પરંતુ ઇયોન મોર્ગનની આગેવાનીમાં ટીમે પ્લેઓફમાં રહેવા માટે પોતાના પોઇન્ટને વધારવા પડશે.

કોલકાતા નાઈટ રાઇડર્સ સંભવિત પ્લેઇંગ XI: શુભમન ગિલ, ટોમ બેન્ટન, નીતિશ રાણા, ઈયોન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), રાહુલ ત્રિપાઠી, પેટ કમિન્સ, લોકી ફર્ગુસન, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, વરૂણ ચક્રવર્તી.

ટોસનો સમય: ભારતીય સમયાનુસાર આજે બપોરે 3:00 વાગ્યે

મેચ શરૂ થવાનો સમય: ભારતીય સમયાનુસાર આજે બપોરે 3:30 વાગ્યે

મેદાન: શેખ ઝાયદ સ્ટેડિયમ, અબુધાબી. (ઇનપુટ- ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news