IPL 2020 DC અને MIના આ ખેલાડીને મળી શકે છે પ્લેઈંગ ઈલેવનમાં તક

આજે શ્રેયસ અય્યરની દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ ની વચ્ચે આઇપીએલ 2020 ની 51મી મેચ રમાવવા જઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ગુરૂવારના કોલકાતા નાઈટ રાઈડર્સ પર 6 વિકેટની જીતથી મુંબઇની પ્લેઓફમાં જગ્યા પણ નક્કી થઈ ગઇ. હાલના ચેમ્પિયનના અત્યારે 16 અંક છે અને તેનો નેટ રન રેટ પણ સારો છે. તેનું ટોપ-2માં રહેવું લગભગ નક્કી છે. ત્યારે દિલ્હીને એક જીતીની જરૂરિયાત છે.
IPL 2020 DC અને MIના આ ખેલાડીને મળી શકે છે પ્લેઈંગ ઈલેવનમાં તક

દુબઇ: આજે શ્રેયસ અય્યરની દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ ની વચ્ચે આઇપીએલ 2020 ની 51મી મેચ રમાવવા જઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ગુરૂવારના કોલકાતા નાઈટ રાઈડર્સ પર 6 વિકેટની જીતથી મુંબઇની પ્લેઓફમાં જગ્યા પણ નક્કી થઈ ગઇ. હાલના ચેમ્પિયનના અત્યારે 16 અંક છે અને તેનો નેટ રન રેટ પણ સારો છે. તેનું ટોપ-2માં રહેવું લગભગ નક્કી છે. ત્યારે દિલ્હીને એક જીતીની જરૂરિયાત છે.

મુંબઇ ઇન્ડિયન્સ
હાલની આઇપીએલ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઓફમાં જગ્યા સુરક્ષિત કરી ચુકી છે, પરંતુ તે દિલ્હી કેપિટલ્સ સામે આજે યોજાનાર આઇપીએલ 2020 મેચમાં કોઈ ઢીલ મુકવા માંગશે નહીં અને જીત હાંસલ કરી ટોચમાં પોતાનું સ્થાન નક્કી કરવા ઇચ્છશે. મુંબઇની ટીમ કાગળો પર વધારે મજબૂત જોવા મળે છે. પ્લેઓફમાં જગ્યા નક્કી થયા બાદ હવે આ ટીમ વગર કોઈ દબાણે રમશે.

મુંબઇ ઇન્ડિયન્સ સંભવિત પ્લેઈંગ XI: ક્વિન્ટન ડિકોક (વિકેટ કીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, ક્રુણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ (કેપ્ટન), જેમ્સ પેટિનસન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ

દિલ્હી કેપિટલ્સ
કિંગ્સ ઇલેવન પંજાબ, કેકેઆર અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સતત ત્રીજી હાર છતાં દિલ્હી 12 મેચમાં 14 પોઇન્ટ લઇને ત્રીજા સ્થાન પર છે. આ 3 હારથી દિલ્હીની આંખ ખુલી ગઇ હશે કે ટૂર્નામેન્ટમાં કોઈ પણ સ્તર પર ઢીલ મુકવી મોંઘી પડી શકે છે. આ પ્લેઓફમાં જગ્યા નક્કી કરવા માટે એક જીતની જરૂરીયાત છે.

દિલ્હી કેપિટલ્સ સંભવિત પ્લેઇંગ XI: શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટ્મિયર, અક્ષર પટેલ, કાગીસો રબાડા, રવિચંદ્રન અશ્વિન, તુષાર દેશપાંડે, એરીચ નોર્ટેજે

ટોસનો સમય: ભારતીય સમય અનુસાર આજે બપોરે 3 વાગ્યે
મેચ શરૂ થવાનો સમય: ભારતીય સમય અનુસાર આજે બપોરે 3.30 વાગ્યે
(ઇનપુટ- ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news