IPL 2019: રાજસ્થાન રોયલ્સ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

IPL 2019: આઈપીએલની ઉદ્ઘાટન સિઝનમાં ચેમ્પિયન બન્યા બાદ આ ટીમ ક્યારેય ચેમ્પિયન બની નથી. આ વર્ષે ટીમ પાસે સારા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. 
 

IPL 2019: રાજસ્થાન રોયલ્સ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

નવી દિલ્હીઃ આઈપીએલની ઉદ્ઘાટન સિઝનમાં રાજસ્થાન રોયલ્સે શેન વોર્નની આગેવાનીમાં ટાઇટલ જીત્યું હતું. આ ટીમની આગેવાની શેન વોટસન, અંજ્કિય રહાણે, શેન વોર્ન, રાહુલ દ્રવિડે કરી છે. શેન વોટસને આ ટીમ માટે 74 મેચ રમી છે, આ વચ્ચે તેણે 2127 રન બનાવ્યા છે અને 61 વિકેટ ઝડપી છે. રહાણેની આગેવાનીમાં ટીમની પાસે આ વખતે સ્ટીવ સ્મિથ, જયદેવ ઉનડકટ, જોસ બટલર, જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ જેવા મોટા નામ છે. 

રાજસ્થાન રોયલ્સ ટીમ રોસ્ટરઃ
અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ, જોસ બટલર, સ્ટીવ સ્મિથ, જોફરા આર્ચર, ઈશ સોઢી, કૃષ્ણપ્પા  ગૌતમ, સંજુ સેમસન, શ્રેયસ ગોપાલ, આર્યમન બિડલા, એસ મિથુન, પ્રશાંત ચોપડા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ  ત્રિપાઠી, ધવલ કુલકર્ણી અને મહિપાલ તોમર,  જયદેવ ઉનડકટ, વરૂન આરોન, ઓશાને થોમસ, શશાંક સિંહ, લીમ લિવિન્ગસ્ટોને, શુભમ રંજાના, મનન વોહરા, અશ્ટોન ટર્નર, રિયાન પરાગ. 

ટીમના માલિકઃ મનોજ બડાલે અને શિલ્પા શેટ્ટી 

રાજસ્થાન રોયલ્સ ટીમનું વિશ્લેષણ
ટીમની તાકાતઃ ટીમમાં અનુભવી ટી20 નિષ્ણાંત ખેલાડીઓ ચે. રોયલ્સમાં બેન સ્ટોક્સ, જોસ બટલર અને જોફ્રા આર્ચર એવા ખેલાડી છે, જેને વિશ્વભરમાં તમામ ટી20 લીગમાં રમવાનો અનુભવ છે. 

ટીમની નબળાઈઃ ગત સિઝનમાં પ્લે-ઓફમાં સ્થાન મેળવનારી આ ટીમમાં જોસ બટલર, જોફ્રા આર્ચર અને કે ગૌથમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મોટા નામોની હાજરી છતાં પણ રોયલ્સ એક ટીમના રૂપમાં મજબૂત નજર આવતી નથી. તે માત્ર બે-ત્રણ ખેલાડીઓ પર નિર્ભર રહે છે. 

ટીમની પાસે તકઃ પૂર્વ દિગ્ગજ ખેલાડી શેન વોર્ને પહેલા જ સંજૂ સૈમસનને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો છે. સૈમસન પ્રતિભાશાળી ખેલાડી છે, પરંતુ તેની પ્રતિભા સાથે ન્યાય કરી શક્યો નથી. આ સિવાટ સ્ટીવ સ્મિથની પાસે વિશ્વકપ પહેલા પોતાનું ફોર્મ અને ફિટનેસ સાબિત કરવાની તક હશે. 

ટીમને ખતરોઃ ઈજાની સમસ્યા ટીમનો ખેલ બગાડી શકે છે. રહાણે ઈજાને કારણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે, આ સિવાય સ્મિથ પણ ઈજાનો સામનો કરી રહ્યો છે. આ બંન્ને ખેલાડીઓની હાજરી ટીમ માટે ખૂબ જરૂરી છે. 

રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઇંગ ઈલેવન
અંજ્કિય રહાણે (કેપ્ટન), જોસ બટલર, સ્ટીવ સ્મિથ, સંજૂ સૈમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, સ્ટુઅર્ટ બિન્ની, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકટ, કૃષ્ણપ્પા ગૌતમ અને ધવલ કુલકર્ણી. 

રાજસ્થાનની ટીમનો કાર્યક્રમ આ પ્રકારે છેઃ
1. રાજસ્થાન રોયલ્સ vs કિંગ્સ ઇલેવન પંજાબ (25 માર્ચ, રાત્રે 8 કલાકે, જયપુર)

2. રાજસ્થાન રોયલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ (29 માર્ચ, રાત્રે 8 કલાકે, હૈદરાબાદ)

3. રાજસ્થાન રોયલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ (31 માર્ચ, રાત્રે 8 કલાકે, જયપુર)

4.રાજસ્થાન રોયલ્સ vs રોયલ ચેલેન્જર બેંગલુરૂ (2 એપ્રિલ, રાત્રે 8 કલાકથી જયપુર)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news