IPL 2019: ડુ પ્લેસિસ-રૈના પર ભારે પડી રાહુલની ઈનિંગ, પંજાબે ચેન્નઈને 6 વિકેટે હરાવ્યું

આઈપીએલ-12માં પોતાની અંતિમ લીગ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે પરાજય આપીને વિજય સાથે ટૂર્નામેન્ટમાંથી વિદાય લીધી છે. 
 

 IPL 2019: ડુ પ્લેસિસ-રૈના પર ભારે પડી રાહુલની ઈનિંગ, પંજાબે ચેન્નઈને 6 વિકેટે હરાવ્યું

મોહાલીઃ આઈપીએલના 55માં મેચ રવિવારે આઈએસ બિંદ્રા સ્ટેડિયમ પર કિંગ્સ ઈલેવન પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. તેને ઘરઆંગણે 8 વર્ષ બાદ ચેન્નઈ વિરુદ્ધ જીત મળી છે. છેલ્લે તેણે ચેન્નઈને 2011માં પરાજય આપ્યો હતો. તે મેચ પણ પંજાબે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. આ મેચમાં ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ પર 170 રન બનાવ્યા હતા. પંજાબે 18 ઓવરમાં 4 વિકેટ પર 173 રન બનાવીને સિઝનની છેલ્લી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

પંજાબ માટે લોકેશ રાહુલે 36 બોલ પર 71 રન બનાવ્યા હતા. તેણે સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા હતા. ક્રિસ ગેલ 28 બોલમાં 28 રન બનાવી આઉટ થયો હતો. મયંક અગ્રવાલે 7 રન બનાવ્યા હતા. આ ત્રણેયને હરભજને આઉટ કર્યાં હતા. પરંતુ તેણે 4 ઓવરમાં 57 રન આપ્યા હતા. નિકોલસ પૂરન 22 બોલ પર 36 રન બનાવીને જાડેજાની ઓવરમાં આઉટ થયો હતો. 

રાહુલ-ગેલ વચ્ચે સદીની ભાગીદારી
રાહુલે ક્રિસ ગેલની સાથે પ્રથમ વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી હતી. તેણે 19 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ દરમિયાન અનુભવી સ્પિનર હરભજન સિંહે 9 બોલ પર 37 રન બનાવ્યા હતા. આ દરમિયાન બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. રાહુલ પહેલા આ સિઝનમાં હાર્દિક પંડ્યા 17 બોલમાં અડધી સદી ફટકારી ચુક્યો છે. 

પંજાબ છઠ્ઠા સ્થાને
કિંગ્સ ઈલેવન પંજાબે છઠ્ઠા સ્થાન સાથે આઈપીએલનું સમાપન કર્યું છે. તેણે 14 મેચમાંથી 6માં વિજય મેળવ્યો છે. તેના 12 પોઈન્ટ છે. 

આ પહેલા પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈએ 20 ઓવરમાં 5 વિકેટ પર 170 રન બનાવ્યા હતા. તેના માટે ફાફ ડુપ્લેસિસે 96 અને સુરેશ રૈનાએ 53 રનનું યોગદાન આપ્યું હતું. ડુ પ્લેસિસ આઈપીએલમાં પોતાની પ્રથમ સદી ચુકી ગયો હતો. તેને સેમ કરને બોલ્ડ કર્યો હતો. કરને મેચમાં ત્રણ અને શમીએ બે વિકેટ ઝડપી હતી. 

ડુ પ્લેસિસની સિઝનમાં બીજી અડધી સદી 
ડુપ્લેસિસ સિઝનની બીજી અને કુલ 11મી અડધી સદી ફટકારી હતી. તેણે રૈના સાથે બીજી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી. ડુ પ્લેસિસે 55 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. રૈનાને કરને શમીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. શેન વોટસન 7 રન બનાવીને કરનના બોલ પર બોલ્ડ થયો હતો. રાયડૂ (1) અને કેદાર જાધવ (0)ને શમીએ આઉટ કર્યાં હતા. એમએસ ધોની 10 અને ડ્વેન બ્રાવો 1 રન બનાવીને આઉટ રહ્યાં હતા. 

પંજાબે 14 મેચમાં કર્યા 31 ફેરફાર
આ પહેલા પંજાબે અંતિમ ઈલેવનમાં એક ફેરફાર કરતા અર્શદીપ સિંહની જગ્યાએ હરપ્રીત બરારને ટીમમાં સામેલ કર્યો હતો. પંજાબે 14 મેચમાં કુલ 31 ફેરફાર કર્યાં હતા. તેણે સતત બે મેચમાં સરખી અંતિમ ઈલેવન રમાડી નથી. તો ચેન્નઈએ આજના મેચમાં પોતાની ટીમ યથાવત રાખી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news