સચિનનો BCCI લોકપાલને જવાબ, કહ્યું- હાલની સ્થિતિ માટે બોર્ડ જવાબદાર

તેંડુલકર પર આરોપ છે કે તે ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્યની સાથે મુંબઈ ઈન્ડિયન્સના 'આઇકોન' હોવાને કારણે બેવડી ભૂમિકા નિભાવી રહ્યાં છે જે હિતોના ટકરાવનો મામલો છે. 
 

સચિનનો BCCI લોકપાલને જવાબ, કહ્યું- હાલની સ્થિતિ માટે બોર્ડ જવાબદાર

નવી દિલ્હીઃ સચિન તેંડુલકરે બીસીસીઆઈના તે નિવેદનને નકારી દીધું છે, જેમાં તેના હિત 'સમાધાન યોગ્ય શ્રેણી'માં આવે છે. સચિને કહ્યું કે, હાલની સ્થિતિ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) જ જવાબદાર છે. સચિન બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)માં સભ્ય તરીકે સામેલ છે, જ્યારે આઈપીએલની ફ્રેન્ચાઇઝી ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો 'આઇકોન' છે. 

સચિને ડીકે ડૈનને 13 પોઈન્ટમાં પોતાનો જવાબ મોકલ્યો
સચિને બીસીસીઆઈની એથિક્સ (નૈતિક) અધિકારી અને લોકપાલ ડીકે ડૈનને આપેલા 13 પોઈન્ટના જવાબમાં કહ્યું કે, તે પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના પ્રમુખ વિનોદ રાય અને સીઈઓ રાહુલ જૌહરીને પૂછો કે સીઓએમાં તેમની ભૂમિકા શું છે? 

ડીકે જૈને સચિનની સાથે-સાથે વીવીએસ લક્ષ્મણને પણ આઈપીએલ ફ્રેન્ચાઇઝીના મેન્ટોરની સાથે સીએસીના સભ્ય હોવાને કારણે હિતોના ટકરાવ માટે નોટિસ મોકલી હતી. લક્ષ્મણ સનરાઇઝર્સ હૈદરાબાદનો મેન્ટોર છે. 

હિતોના ટકરાવના આરોપનો આ ત્રીજો મામલો છે. આ પહેલા સૌરવ ગાંગુલી વિરુદ્ધ પણ આ વાત સામે આવી હતી. ગાંગુલી અને લક્ષ્મણે પણ લોકપાલના આરોપોને નકારી દીધા હતા. 

બીસીસીઆઈના બંધારણના અનુચ્છેદ 38 (3) (એ) પ્રમાણે, એવા વિવાદ જેને હિતોનો ખુલાસો કરવા પર ઉકેલી શકાય તે (ટ્રેક્ટબલ કન્ફ્લિક્ટ)ની શ્રેણીમાં આવે છે. લક્ષ્મણની અને ગાંગુલીની જેમ સચિનનું પણ કહેવું છે કે સીઈઓ અને સીઓએએ અત્યાર સુધી તેની ભૂમિકા જણાવી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news