IPL 2019: હાર્દિકથી બુમરાહ સુધી તે 5 ખેલાડી, જેણે મુંબઈને બનાવ્યું ચોથીવાર ચેમ્પિયન

મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સને ફાઇનલમાં એક રનથી હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ તેનો રેકોર્ડ ચોથી વખત આઈપીએલ ટાઇટલ રહ્યું. 
 

IPL 2019: હાર્દિકથી બુમરાહ સુધી તે 5 ખેલાડી, જેણે મુંબઈને બનાવ્યું ચોથીવાર ચેમ્પિયન

નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સને અત્યંત રોમાંચક મુકાબલામાં એક રનથી હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. આ તેનો રેકોર્ડ ચોથો આઈપીએલ ખિતાબ રહ્યો. આ પહેલા તેણે 2013, 2015 અને 2017માં ટાઇટલ પોતાના નામે કર્યું હતું. તમામ સિઝનમાં ટીમનો કેપ્ટન રોહિત શર્મા હતો. આ રીતે રોહિતે ટાઇટલ જીતવાના મામલામાં ધઓનીના 3 ટાઇટલને પાછળ છોડી દીધા. આવો જાણીએ તે પાંચ ખેલાડીઓ વિશે, જેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું.... 

હાર્દિક પંડ્યા
આઈપીએલ-2019 શરૂ થયાના થોડા સમય પહેલા હાર્દિક પંડ્યા પોતાના કરિયરના સંભવતઃ સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. એક ખાનગી ટીવી શોમાં મહિલા પર ખરાબ ટિપ્પણી કર્યા બાદ તેણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી સ્વદેશ પરત ફરવું પડ્યો, પરંતુ તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આ ઓલરાઉન્ડરે આ સમયમનો પણ મોટી હિંમત સાથે સામનો કર્યો અને આ દરમિયાન હેલિકોપ્ટર શોટને પોતાનું હથિયાર બનાવ્યું. તેણે તેનો ભરપૂર ઉપયોગ કર્યો. ટૂર્નામેન્ટના 16 મેચોમાં 44.66ની એવરેજથી 402 રન બનાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઇકરેટ 191.42 રહી. તે આંદ્રે રસેલ બાદ બીજો સૌથી ખતરનાક બેટ્સમેન રહ્યો. 

લસિથ મલિંગા
ટૂર્નામેન્ટ પહેલા આવું પ્રથમ વાર બન્યું કે કોઈ ટીમમાં સામેલ થવા માટે તે ટીમના સપોર્ટ સ્ટાફને બહાર કરી દીધો, પરંતુ તે શાનદાર નિર્ણય રહ્યો. છેલ્લા થોડા વર્ષોમાં મલિંગા ટીમ માટે તે કામ ન કરી શકતો હતો, જેના માટે તે જાણીતો છે. પરંતુ તેણે ટૂર્નામેન્ટમાં અત્યંત રોમાંચક મુકાબલામાં મુંબઈને જીત અપાવતા વર્લ્ડ ક્રિકેટને જણાવી દીધું છે, હજુ તે યોર્કર કિંગ છે. ટૂર્નામેન્ટમાં ખિતાબી મુકાબલાની ફાઇનલ ઓવરમાં 8 રનનો બચાવ કરવો લગભગ કોઈ બોલર માટે સંભવ હોય, પરંતુ મલિંગાએ આ કારનામાને અંજામ આપ્યો અને મુંબઈને એક રનથી મેચ અને ટાઇટલ બંન્ને અપાવ્યું.

પોલાર્ડ
મુંબઈ ઈન્ડિયન્સ સાથે 2010થી જોડાયેલા આ ખેલાડીને લઈને તમામ વાતો કરવામાં આવી રહી હતી, જેમ કે તેનો ટીમમાં શું રોલ હશે? કઈ જગ્યાએ રમશે. હકીકતમાં પોલાર્ડ જે કદનો ખેલાડી છે, તેનું પ્રદર્શન તે પ્રકારે ન હતું. તેણે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પંજાબ વિરુદ્ધ તે સમયે કર્યું, જે સમયે મુંબઈની ટીમ મેચ હારી રહી હતી. તેણે માત્ર 31 બોલમાં 3 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકારતા 83 રન ફટકારી દીધા હતા. જેની મદદથી મુંબઈની ટીમ 197 રનનો પીછો કરતા 3 વિકેટે જીતી હતી. એટલું જ નહીં સીએસકે વિરુદ્ધ ફાઇનલમાં સંઘર્ષ કરી રહેલી ટીમને તેણે માત્ર 25 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 41 રન ફટકારીને સારી સ્થિતિમાં પહોંચાડી હતી. તેના રનોએ સીએસકેને મુશ્કેલીમાં મુક્યું હતું. 

રાહુલ ચહર
રાહુલ ચહર ગત સિઝનમાં બહાર બેઠો હતો, પરંતુ આ સિઝનમાં જ્યારે તક મળી તો તેણે ધમાલ મચાવી દીધો. 2018માં શાનદાર પ્રદર્શન કરનાર મયંક માર્કેંડેયનું ફોર્મ ખરાબ હતું અને ટીમે રાહુલને તક આપી. તેણે ટીમને નિરાશ ન કરી અને 13 મેચોમાં 6.33ની ઇકોનોમીથી 13 વિકેટ ઝડપી. ફાઇનલમાં તેણે 4 ઓવરમાં માત્ર 14 રન આપીને 1 વિકેટ ઝડપી. આ દરમિયાન તેણે 13 ડોટ બોલ ફેંક્યા હતા. 

જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહ ટીમમાં જોડાયા બાદ મુંબઈે ઈન્ડિયન્સે ચાર ટાઇટલ પોતાના નામે કર્યાં છે. દરેક સિઝનમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ સિઝનમાં તેણે 16 મેચોમાં 19 વિકેટ ઝડપી. ફાઇનલમાં તેણે માત્ર 4 ઓવરમાં 14 રન આપીને 2 મોટી વિકેટ પણ ઝડપી. ખાસ કરીને મહત્વના સમયે બ્રાવોની વિકેટ ગેમ ચેન્જર સાબિત થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news