INDvsBAN: મયંકે બેવડી સદી ફટકાર્યા બાદ કેપ્ટન કોહલીએ ઈશારો કરીને કરી હતી આ માંગણી, VIDEO વાઈરલ
Trending Photos
નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઈન્દોરમાં રમાઈ રેલી પહેલી ટેસ્ટ મેચ ઐતિહાસિક સાબિત થઈ રહી છે. ભારતીય ટીમે તેમાં શાનદાર પ્રદર્શન કરીને જીતનો રસ્તો તૈયાર કરી દીધો છે. આ મેચમાં સૌથી સારું પ્રદર્શન ટીમ ઈન્ડિયાના ઓપનર મયંક અગ્રવાલે કર્યું છે. તેણે મેચમાં બેવડી સદી ફટકારી. આ મેચ દરમિયાન જ્યારે જ્યારે તેઓ કોઈ માઈલ સ્ટોન પર પહોંચતો ત્યારે ડ્રેસિંગ રૂમમાંથી વિરાટ કોહલી તેને કઈંક ઈશારો કરતો. કેપ્ટન અને ખેલાડીનો આ ઈશારાવાળો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
મેજબાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ગુરુવારે શરૂ થઈ. પહેલા દિવસે ભારતીય બોલરોએ બાંગ્લાદેશને 150ના સ્કોર પર સમેટી દીધી. બીજા દિવસે ભારતીય બેટ્સમેનોનો વારો હતો. આ દિવસે મયંક અગ્રવાલે 242 રનની ઈનિંગ રમી, અજિંક્ય રહાણેએ 86, રવિન્દ્ર જાડેજાએ 60 અને ચેતેશ્વર પૂજારાએ 54 રન કર્યાં.
મયંક અગ્રવાલ જ્યારે શુક્રવારે 150 રનના સ્કોર પર પહોંચ્યો ત્યારે સ્ટેડિયમથી લઈને ડ્રેસિંગ રૂમ સુધી બધા તાળીઓ પાડી રહ્યાં હતાં. આ દરમિયાન કેપ્ટન કોહલીએ તેને બેવડી સદી ફટકારવાનો ઈશારો કર્યો હતો. મજેદાર વાત એ હતી કે મયંકે પોતાનું વચન નિભાવ્યું અને બેવડી સદી ફટકારી.
મયંક અગ્રવાલ બેવડી સદી ફટકાર્યા બાદ બેટ આકાશ તરફ ઉઠાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તેણે ડ્રેસિંગ રૂમમાં બેઠેલા કેપ્ટન સામે જોયું. મયંક અગ્રવાલે ઈશારાથી કહ્યું કે તેમણે બેવડી સદી ફટકારી દીધી છે.
જુઓ LIVE TV
કેપ્ટન કોહલીએ મયંક અગ્રવાલની બેવડી સદી બાદ ઈશારાના જવાબમાં વધુ એક ઈશારો કર્યો. આ વખતે કોહલી કહેતો હતો કે તેણે ત્રેવડી સદી ફટકારવી જોઈએ. વિરાટ અને મયંકના ઈશારાવાળો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. મયંક અગ્રવાલ બેવડી સદી બાદ જાણે કે ભૂલી જ ગયો હતો કે આ ટેસ્ટ મેચ છે. તેણે ટી 20 જેવી બેટિંગ શરૂ કરી દીધી. મયંકની આ સ્ફોટક બેટિંગનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે તેણે તેના છેલ્લા 41 રન માત્ર 27 બોલમાં કર્યા હતાં. જેમા 3 છગ્ગા અને એટલા જ ચોગ્ગા સામેલ હતાં.
મયંક અગ્રવાલે કુલ 330 બોલ પર 243 રન ફટકાર્યા હતાં. જેમાં 28 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ છે. આ તેનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર પણ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની બેવડી સદી છે. આ અગાઉ તેણે ઓક્ટોબરમાં દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 215 રન કર્યા હતાં. રસપ્રદ વાત એ છે કે તેણે પોતાની પહેલી ટેસ્ટ સદીને પણ બેવડી સદીમાં ફેરવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે