ગુજરાતના વિજય માલ્યાની CID ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, સુરતમાં કર્યું છે કરોડોનું બેંક કૌભાંડ
સુરતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયા સાથે કરોડોનું કૌભાંડ આચરનારા જગદીશ બોદરાની ધરપકડ કરવામાં આવી
Trending Photos
સુરત : 117 કરોડનું બેંક લોન કૌભાંડનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી હતી. જગદીશ બોદરા નામના વ્યક્તિએ એસબીઆઇ અને બેંક ઓફ ઇન્ડિયામાંથી બોગસ પુરાવાઓ રજુ કરીને કરોડો રૂપિયાની લોન લઇ લીધી હતી. આ કૌભાંડ બહાર આવ્યા બાદ સીઆઇડી ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ ચલાવાઇ રહી હતી. આજે સીઆઇદી ક્રાઇમની ટીમ દ્વારા જગદીશ બોદરાની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સીઆઇડી ક્રાઇમ દ્વારા હાલ તપાસ ચાલી રહી છે. આ તપાસમાં અનેક બેંકના અધિકારીઓનાં નામ પણ આવે તેવી શક્યતાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે