INDvsAUS: મયંક અગ્રવાલનું શાનદાર પ્રદર્શન યથાવત, સિડનીમાં ફટકારી અડધી સદી

મયંક અગ્રવાલે મેલબોર્ન બાદ સિડનીમાં પણ ટીન ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવીને અડધી સદી ફટકારી હતી. 
 

INDvsAUS: મયંક અગ્રવાલનું શાનદાર પ્રદર્શન યથાવત, સિડનીમાં ફટકારી અડધી સદી

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝના અંતિમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત બાદ મયંક અગ્રવાલે ચેતેશ્વર પૂજારાની સાથે શાનદાર બેટિંગ કરતા પોતાના કરિયરની બીજી ટેસ્ટમાં બીજી અડધી સદી ફટકારી દીધી હતી. ઘાસ હોવા છતાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે કહેવામાં આવ્યું કે, પ્રથમ બે સત્ર બેટિંગ કરવી આસાન નથી. પરંતુ બીજી ઓવરમાં રાહુલની વિકેટ ગુમાવ્યા બાદ મયંકે પોતાની વિકેટ બચાવતા ધૈર્યપૂર્ણ ઈનિંગ રમીને અડધી સદી પૂરી કરી હતી. 

મયંકે આ અડધી સદી ઈનિંગની 30મી ઓવરમાં પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 6 બાઉન્ડ્રી ફટકારી હતી. લંચ સુધી સંભાળીને રમતા મયંકને ઓસ્ટ્રેલિયન બોલરોના બાઉન્સરે પરેશાન કર્યો હતો. લંચ સુધીમાં મયંકે 42 રન બનાવી લીધા હતા. 

મયંક પોતાની અડધી સદી બાદ ઝડપથી રન બનાવવાના પ્રયાસ કર્યા હતા. તેણે બે સિક્સ પણ ફટકારી હતી પરંતુ ત્રીજી સિક્સ ફટકારવાના પ્રયાસમાં તે આઉટ થઈ ગયો હતો. તેણે ભારતનો સ્કોર 100ને પાર પહોંચાજ્યો અને પૂજારા સાથે બીજી વિકેટ માટે 116 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. તે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 126 રન હતો. 

મેલબોર્નમાં પણ ફટકારી હતી અડધી સદી
મયંક અગ્રવાલે પોતાના કરિયરના પ્રથમ ટેસ્ટ મેચમાં પણ શાનદાર 76 રન ફટકાર્યા હતા. બોક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના નવા ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં ઉતરેલા મયંકે શાનદાર બેટિંગ કરી હતી. બીજી ઈનિંગમાં પણ મયંકે 42 રન બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news