IND vs AUS T20I: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેણી બચાવવા ઉતરશે ભારત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સિરીઝની અંતિમ મેચ 27 ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં રમાશે. ભારતીય ટીમે સિરીઝ બરોબર કરવા માટે આ મેચ ફરજીયાત જીતવી પડશે. 

IND vs AUS T20I: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેણી બચાવવા ઉતરશે ભારત

બેંગલુરૂઃ ભારતની નજર પૂર્ણ રીતે આગામી વિશ્વકપ પર છે, પરંતુ ટીમ બીજી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બુધવારે જ્યાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે તો ઈચ્છશે કે સિરીઝ ન ગુમાવે. વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટી20માં ખરાબ બેટિંગને કારણે ભારતનો ત્રણ વિકેટે પરાજય થયો હતો અને ટીમ ઈન્ડિયા બે મેચોની સિરીઝમાં 0-1થી પાછળ છે. 

ભારતીય ટીમ પહેલા બેટિંગ કરતા માત્ર 126 રન બનાવી શકી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કહી ચુક્યો છે કે, મે-જુલાઈમાં યોજનારા વિશ્વકપ માટે તેની ટીમ લગભગ નક્કી છે, પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે ટી20 અને પાંચ વનડેમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીને તક મળવાની સંભાવનાથી ઇન્કાર ન કરી શકાય. 

પંતને મળી શકે છે તક
કેપ્ટન વિરાટ કોહલી રાહુલ અને પંતને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝમાં વધુમાં વધુ તક આપી શકે છે. ભારતના નિયમિત ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને આરામ આપીને રાહુલને તક આપવાનો નિર્ણય કર્યો જેણે વાપસી કરતા પહેલા મેચમાં 36 બોલમાં 50 રનની ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં રાહુલનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, ત્યારબાદ એક ટીવી શો પર મહિલાઓ પ્રત્યે વિવાદાસ્પદ નિવેદનને કારણે તેને અને હાર્દિક પંડ્યા પર અસ્થાયી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 

બાદમાં પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો પરંતુ બંન્નેએ હજુ તપાસનો સામનો કરવો પડશે. સિરીઝ દાવ પર લાગી છે અને તેવામાં જોવાનું રહેશે કે રોહિત શર્મા સાથે ઈનિંગનો પ્રારંભ કરવા ફરી ધવન આપે છે કે, રાહુલને તક આપવામાં આવશે.

બોલિંગમાં થઈ શકે છે ફેરફાર
આરામમાંથી વાપસી કર્યા બાદ બુમરાહને શાનદાર બોલિંગ કરી, પરંતુ ઉમેશ યાદવે ઘણા રન આપ્યા હતા તથા અંતિમ ઓવરમાં 14 રન બચાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ભારત ઉમેશના સ્થાને સિદ્ધાર્થ કૌલને તક આપી શકે છે કે બેટિંગ મજબૂત કરવા માટે ઓલરાઉન્ડર વિજય શંકરને તક મળી શકે છે. 

કાર્તિક માટે છેલ્લી તક
યજમાન ટીમ પ્રથમ ટીમ પ્રથમ ટી20માં લાંબા નિચલા ક્રમ સાથે ઉતરી હતી, જેની અસર અંતિમ સ્કોર પર પડી અને ટીમ 9 ઓવરમાં એક વિકેટ પર 69 રન બનાવીને સારી સ્થિતિમાં હોવા છતાં મજબૂત સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. વિશ્વકપની ટીમમાં જગ્યા બનાવવાનો પ્રબળ દાવેદાર પંત રવિવારે જલ્દી આઉટ થયા બાદ સારૂ પ્રદર્શન કરવા ઈચ્છશે અને દિનેશ કાર્તિકની નજર મોટી સ્કોર પર હશે. વિશ્વકપ પહેલા પોતાની છાપ છોડવાની કાર્તિક પાસે છેલ્લી તક છે. 

ધોની પર તમામની નજર
તમામની નજર ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે જેણે બેટિંગમાં મુશ્કેલી થઈ અને તે 37 બોલમાં માત્ર અણનમ 29 રન બનાવી શક્યો, જેથી ભારત 7 વિકેટ પર 126 રન બનાવી શક્યું હતું. ધોની ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં મજબૂત પ્રદર્શન કરીને પોતાના આલોચકોને શાંત કરવામાં સફળ રહ્યો પરંતુ રવિવારે તેની ધીમી ઈનિંગથી ફરી તેના પર સવાલ ઉઠવા લાગ્યા છે. 

મયંક પર વિરાટને વિશ્વાસ
પર્દાપણ કરી રહેલા લેગ સ્પિનર મયંક માર્કંડેય (4 ઓવરમાં વિના વિકેટે 31)ને કોઈ વિકેટ ન મળી પરંતુ કેપ્ટન કોહલી અનુસાર તેણે સારી બોલિંગ કરી હતી. આ 21 વર્ષીય સ્પિનરને વધુ એક તક મળી શકે છે. બીજીતરફ ઓસ્ટ્રેલિયાની પાસે હાલના સમયમાં ભારત વિરુદ્ધ સિરીઝ જીતવાની તક છે. ટીમને કોહલીની ટીમ વિરુદ્ધ સ્વદેશમાં ટેસ્ટ અને વનડે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

મેક્સવેલથી મહેમાન ટીમને આશા
પ્રથમ મેચમાં ભારતની ધીમી પિચ પર 126 રન પર રોકીને ઓસ્ટ્રેલિયાની ટીમ ખુશ હશે પરંતુ બેટિંગ ટીમ માટે ચિંતાનો વિષય છે. ઓસ્ટ્રેલિયાની ટીમ એક સમય ખૂબ મજબૂત સ્થિતિમાં હોવા છતાં પ્રથમ મેચ અંતિમ ઓવરમાં જીતી શક્યું અને તેને ખ્યાલ છે કે, ભારત ચિન્નાસ્વામીમાં વળતો જવાબ આપશે. કેપ્ટન એરોન ફિન્ચની નજર મોટી ઈનિંગ પર રહેસે અને ટીમને ગ્લેન મેક્સવેલ તરફથી ફરી એકવાર મોટી ઈનિંગની આશા હશે, જેણે પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી. 

ટીમ આ પ્રકારે છે..
ભારતઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, એમએસ ધોની, ક્રુણાલ પંડ્યા, વિજય શંકર, ચહલ, બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કૌલ અને મયંક માર્કંડેય. 

ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ, ડાર્સી શોર્ટ, પેટ કમિન્સ, એલેક્સ કેરી, જેસન બેહરેનડોર્ફ, નાથન કુલ્ટર નાઇલ, પીટર હૈંડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, ગ્લેન મેક્સવેલ, ઝાય રિચર્ડસન, કેન રિચર્ડસન, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર અને એડમ ઝમ્પા. 

મેચનો સમયઃ સાંજે સાત કલાકથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news