વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયામાં ચોથા ક્રમ પર બેટ્સમેનની જગ્યા ખાલીઃ ગાંગુલી
પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે, વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયામાં ચોથા ક્રમના બેટ્સમેનની જગ્યા ખાલી છે. ગાંગુલીએ કહ્યું કે, આ ક્રમ પર બેટિંગ માટે સ્પર્ધા ચાલી રહી છે.
Trending Photos
કોલકત્તાઃ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સોમવારે કહ્યું કે, વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયામાં ચોથા ક્રમના બેટ્સમેનની જગ્યા ખાલી છે અને તેના માટે સ્પર્ધા ચાલું છે. વનડે વિશ્વકપ આ વર્ષે મે-જૂનમાં ઈંગ્લેન્ડમાં રમાવાનો છે.
કોલકત્તાના ઈડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં પત્રકારો સાથે વાત કરતા ગાંગુલીએ કહ્યું, વિકલ્પ હજુ છે, જુઓ શું થાય છે. ભારતીય ટીમના બેટિંગ ક્રમને ચોથા નંબર પર હજુ કોઈ સ્થાયી બેટ્સમેન મળ્યું નથી. ટીમ મેનેજમેન્ટ હાલ આ ક્રમ પર અંબાતી રાયડૂને તક આપી રહ્યાં છે, પરંતુ તે અપેક્ષા પૂરી કરી શક્યો નથી. પરંતુ રાયડૂ સમય-સમય પર સારૂ પ્રદર્શન કરે છે, પરંતુ તેના પ્રદર્શનમાં સાતત્યતાનો અભાવ છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી 3 મેચોમાં તેણે માત્ર 13, 18 અને 2 રન બનાવ્યા હતા.
રવિવારે રમાયેલા ચોથા વનડેમાં રાયડૂની જગ્યાએ કેએલ રાહુલને સ્થાન મળ્યું અને તે ત્રીજા સ્થાન પર ઉતર્યો હતો. ચોથા ક્રમે કેપ્ટન વિરાટ કોહલીએ બેટિંગ કરી હતી. ઓલરાઉન્ડર વિજયશંકરને ચોથા ક્રમ પર જગ્યા આપવાની વાત થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથા વનડેમાં હાર પર ગાંગુલીએ કહ્યું, ત્યાં ખુબ ઝાકળ હતી અને સ્થિતિ મુશ્કેલ હતી. મને નથી લાગતું કે આ હાર વિશે વધુ વિચારવું જોઈએ. આ હારથી વિશ્વકપની તૈયારી પ્રભાવિત ન થવી જોઈએ. મહત્વનું છે કે, ચોથી વનડેમાં ભારતના પરાજય બાદ સિરીઝ 2-2થી બરોબર થઈ ગઈ અને બુધવારે કોટલામાં રમાનારા અંતિમ વનડે મેચથી સિરીઝ વિજેતાનો નિર્ણય થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે