ગુજરાતમાં રાહુલ ગાંધીનો રણટંકાર, મોદી અને નફરતની થશે હાર

કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક હવે પૂરી થઈ છે. ત્યારે હવે અડાલજમાં ત્રિમંદિર ખાતે જાહેર સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે. આ સભા માટે સવારથી જ મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો આવી ગયા છે. ત્યારે સૌની નજર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર છે. 

ગુજરાતમાં રાહુલ ગાંધીનો રણટંકાર, મોદી અને નફરતની થશે હાર

ગુજરાત :કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પૂરી થયા બાદ અડાલજના ત્રિમંદિર ખાતે કોંગ્રેસની સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. આ સભામાં રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીએ સંબોધન કર્યું હતું. પહેલીવાર ગુજરાત આવેલ પ્રિયંકા ગાંધીએ પોતાના સંબોધનમાં લોકોને પોતાના વોટની તાકાત બતાવવા કહ્યું હતું. તો રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના ગઢમાંથી તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં ઉદ્યોગપતિઓને મદદ કરવાની વાત પણ કહી હતી. આમ, ગાંધી પરિવારે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂક્યું હતું.

ત્રિમંદિરથી  રાહુલ ગાંધીનું સંબોધન લાઈવ :

કોંગ્રેસ દેશમાં ગેરેન્ટેડ મિનીમમ આવક લાગુ કરશે
રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીરવ મોદીને નીરવભાઈ, અનિલ અંબાણીને અનિલભાઈ, મેહુલ ચોક્સીને મેહુલભાઈ કહે છે. દિવસભર લોકોના રૂપિયા લૂંટાય છે. અમે નિર્મય લીધો છે. 2019માં અમે ઐતિહાસિક કામ કરીશું. કોંગ્રેસ પાર્ટી ગરીબો, ખેડૂતો, મજૂરોને રૂપિયા આપશે. હું આશ્વાસન આપુ છું કે, 2019માં અમારી સરકાર બનશે. કોંગ્રેસ પાર્ટી અમારી સરકાર ગેરેન્ટેડ મિનીમમ આવક લાગુ કરશે. આ રૂપિયા સીધા ખાતામાં જમા થશે. જે અમે કહીએ છીએ, તે અમે કરીને બતાવીશું. આ ઈલેક્શનમાં સત્યની જીત થશે, નરેન્દ્ર મોદી અને નફરતની હાર થશે.

મસૂદને કોંગ્રેસ પાર્ટીએ પકડ્યો હતો, અને તમારી સરકારે છોડાવ્યો
પુલવામામાં મસૂદ અઝહરે બોમ્બ બ્લાસ્ટ કર્યો. હું નરેન્દ્ર મોદીને પૂછવા માંગુ છું કે, મસૂદ અઝહરને વાજપેયીની સરકારે સ્પેશિયલ હવાઈ જહાજમાં બેસાડીને રૂપિયા આપીને કંધહાર પહોંચાડ્યા. અજિત ડોભાલ મસૂદ સાથે હવાઈ જહાજમાં એસ્કોર્ટ બનીને કંદહાર ગયા હતા. તમે દેશને કહો કે, એ શહીદોને જે વ્યક્તિએ માર્યા, તેને તમે હિન્દુસ્તાનથી પરત મોકલ્યા. મસૂદને કોંગ્રેસ પાર્ટીએ પકડ્યો હતો, અને તમારી સરકારે છોડાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ પોતાના મિત્રને પાંચ એરપોર્ટ તેમના હવાલે કર્યું. મોટા લોકો માટે બધી જ સુવિધા, તમારા બાળકો માટે આતંકવાદ, ભ્રષ્ટાચાર. આવુ ભારત અમને નથી જોઈતું, અને અમે તેને નહિ બનવા દઈએ. 

પાયલોટ અને વાયુસેનાના ખિસ્સાના રૂપિયા અનિલ અંબાણીને આપ્યા
નરેન્દ્ર મોદી વાયુસેનાના પ્રશંસા કરે છે, પણ દેશને એવુ નથી બતાવતા એ જ પાયલોટ અને વાયુસેનાના ખિસ્સામાંથી તેમણે 30 હજાર કરોડ ચોરી કરીને અનિલ અંબાણીના ખિસ્સામાં નાખ્યા છે. યુપીએમાં એક રાફેલ માટે 526 કરોડ નક્કી કર્યા હતા. અનિલ અંબાણીએ જિંદગીમાં ક્યારેય હવાઈ જહાજ બનાવ્યા નથી. હું ગેરેન્ટીથી કહુ છું કે, અનિલ અંબાણી કાગળનુ પ્લેન પણ નહિ બનાવી શકે. નરેન્દ્ર મોદી સાથે ડેલિગેશનમાં અનિલ અંબાણી જાય છે. સીબીઆઈ ડિરેક્ટરને તગેડી મૂક્યા. ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીને પૂછવા જોઈએ કે, તમે એરફોર્સના શહીદોના 30 હજાર કરોડ લઈને અનિલ અંબાણીને કેમ આપ્યા. ડિફેન્સ મીનિસ્ટરે સ્પષ્ટ લખ્યુ છે કે, નેગોસિયેશન કરાયું. 

15 લોકોની કંપનીને જ ફાયદો થાય છે 
વડાપ્રધાન અમીરોના રૂપિયા માફ કરે છે, પણ ખેડૂતોના વ્યાજ માફ કરતા નથી. અરુણ જેટલી કહે છે કે, તેમની વ્યાજમુક્તિ અમારી પોલિસી નથી. ફાયદો એ જ 15 લોકોની કંપનીને થાય છે. જો પીએમ મોદી સાડા ત્રણ લાખ કરોડ 15 લોકોના વ્યાજ માફ કરી શકે છે, તો ખેડૂતોના પણ વ્યાજમુક્તિ કરાવી શકે છે. મને દુખ થાય છે કે, ગુજરાતના ખેડૂતોનું વ્યાજ અમે માફ કરી શક્તા નથી. 2019માં અમારી સરકાર બનશે તો અમે જીએસટીને રિફોર્મ કરીને એક ટેક્સનુ જીએસટી આપીશું. પીએમ મોદી દેશને એવુ કહેવા નથી માગતા કે તેમણે પાંચ વર્ષમાં રોજગારી, ખેડૂતો માટે કંઈ નથી કર્યું. તેમણે ખેડૂતો પાસેથી બોનસ છીનવ્યું. 2014માં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન ન બનાવો, ચોકીદાર બનાવો. આ સાથે જ સભામાં નારા લાગ્યા હતા. રાહુલ ગાઁધીએ ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. દરેક સ્ટેજથી તેઓ દેશભક્તિની વાત કરે છે. 

દેશમાં બે વિચારધારાની લડાઈ છે, બંને ગુજરાતમાં જોવા મળશે
રાહુલ ગાંધીએ સંબોધનની શરૂઆતમાં જ પ્રોગ્રામ એક-દોઢ કલાક મોડો  થયો અને લોકો તડકામાં તપ્યા તે માટે માફી માંગી. તેમણે કહ્યું કે, વર્ષો બાદ સીડબલ્યુસીની મીટિંગ ગુજરાતમાં થઈ. આ મીટિંગ ગુજરાતમાં એટલા માટે કરી કે, દેશમાં બે વિચારધારાની લડાઈ છે. આ બંને વિચારધારા ગુજરાતમાં જોવા મળશે. એક તરફ મહાત્મા ગાધીજીએ પોતાની દરેક ક્ષણ દેશને બનાવવામાં લગાવ્યા. મહાત્મા ગાઁધી અને ગુજરાતે આ દેશને બનાવ્યો છે. પણ આજે બીજી શક્તિઓ આ દેશને નબળા બનાવી રહ્યા છે. ઈતિહાસમાં પહેલીવાર સુપ્રિમ કોર્ટના ચાર જજ પ્રેસ પાસે જઈને કહે છે કે, અમને કામ કરવા નથી દેવાતું. સામાન્ય રીતે જનતા સુપ્રિમ કોર્ટ પાસે જાય છે, પણ આજે સુપ્રિમ કોર્ટના જજ જનતા પાસે ન્યાય માંગે છે. જ્યા પણ જુઓ, હિન્દુસ્તાનની સંસ્થાઓ, ઈન્સ્ટિટ્યુશન પર આક્રમણ ચાલુ છે. સારા મુદ્દાની વાત સરકાર કરતી નથી. સૌથી પહેલો મુદ્દો બેરોજગારી છે. પીએમ મોદી સ્ટાર્ટઅપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયાની વાત કરે છે, પણ હકીકત એ છે કે યુવા રોજગાર માટે ભટકી રહ્યો છે. 

અમે જીએસટીને રિફોર્મ કરીને એક ટેક્સનુ જીએસટી આપીશું

2019માં અમારી સરકાર બનશે તો અમે જીએસટીને રિફોર્મ કરીને એક ટેક્સનુ જીએસટી આપીશું. પીએમ મોદી દેશને એવુ કહેવા નથી માગતા કે તેમણે પાંચ વર્ષમાં રોજગારી, ખેડૂતો માટે કંઈ નથી કર્યું. તેમણે ખેડૂતો પાસેથી બોનસ છીનવ્યું. 2014માં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન ન બનાવો, ચોકીદાર બનાવો. આ સાથે જ સભામાં નારા લાગ્યા હતા. રાહુલ ગાઁધીએ ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. દરેક સ્ટેજથી તેઓ દેશભક્તિની વાત કરે છે. 

આઝાદીની લડાઈની જેમ અહીથી જ અવાજ ઉઠવો જોઈએ - પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીના સંબોધન સમયે ઈન્દિરા ગાંધી જિન્દાબાદના નારા લાગ્યા હતા. પ્રિયંકા ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, તમારા પ્રેમભર્યા સ્વાગત માટે હું આભારી છું. મને ખબર હતી કે, આજે મીટિંગ છે. પણ વિચાર્યું હતું કે ભાષણ આપવાની જરૂર નહિ પડે. હું તમને મારા દિલના બે શબ્દો કહીશ. પહેલીવાર હું ગુજરાત આવી છું અને પહેલીવાર સાબરમતીના એ આશ્રમમાં ગઈ જ્યાંથી મહાત્મા ગાંધીએ આઝાદીનો સંઘર્ષ કર્યો હતો. ત્યાં વૃક્ષની નીચે ભજન સાંભળીને મને લાગ્યું કે, આંસું આવી જશે. ત્યાં બેસીને વિચાર આવ્યો કે, આ દેશ પ્રેમ, સદભાવના અને આપસી પ્રેમના આધાર પર બનેલો છે. આજે જે પણ દેશમાં થઈ રહ્યુ છે, તેનાથી દુખ થાય છે. તમે જાગૃત બનો તેનાથી મોટી કોઈ દેશભક્તિ નથી. તમારે જાગૃતતા અને વોટ હથિયાર છે. આ હથિયારથી કોઈને ઈજા કે નુકશાન નહિ પહોચે. પણ તે તમને મજબૂત બનાવશે. તમે વિચારો કે આ ચૂંટણીમાં તમારું ભવિષ્ય પસંદ કરવા જઈ રહ્યો છે. એ મુદ્દા ઉઠવા જોઈએ જેમાં તમારુ હિત છે. નકામા મુદ્દા ન ઉઠવા જોઈએ. રોજગારી, ખેડૂતોના મુદ્દા હોવા જોઈએ. હું તમને આગ્રહ કરીશ કે, સમજીવિચારીને આ વખતે તમે નિર્ણય લો. જે તમારી સામે મોટા વાયદા, વાતો કરે છે, તેમને પૂછો કે જે 2000 રોજગારનો વાયદો આપ્યો છે, તે ક્યાં છે. જે 15 લાખ તમારા ખાતામાં આવવાના હતા, તે ક્યાં ગયા. જે મહિલાઓની સુરક્ષાની વાત કરતા હતા, એ મહિલાઓને પાંચ વર્ષમાં કોણે પૂછ્યું. યોગ્ય સિલેક્શન કરો. તમારી જાગૃતતા જ દેશને બનાવશે. તમારી દેશભક્તિ આમા જ પ્રકટ થવી જોઈએ. જ્યાંથી આપણી આઝાદીની લડાઈ શરૂ થઈ હતી, બસ અહીથી જ અવાજ ઉઠવી જોઈએ. જે ફિતરતની વાતો કરે છે, તેમને બતાવો કે દેશની ફિતરત શું છે. આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લો. યોગ્ય સવાલ કરો. આ દેશ તમે બનાવ્યો છે. સંસ્થાઓ નષ્ટ કરાઈ રહી છે, નફરત ફેલાવાઈ રહી છે. દેશ માટે એકજૂટ થઈને આગળ આવીએ. 

  • પરેશ ધાનાણીએ કહ્યું કે, ચોકીદાર સાહેબ, તમે કહ્યુ હતું કે, 56ની છાતી છે. અમે પૂછીએ છીએ, કે તમે સમસ્યા પર સર્જિકલ સ્ટ્રાઈક કેમ ન કરી. માફીયા, શિક્ષણ સંસ્થા, સંવિધાનના હત્યારા, ડોકલામ મુદ્દો, આદિવાસીની અસ્મીતાના લૂંટારા પર, માલ્યા-નીરવ મોદી જેવા લોકો પર સ્ટ્રાઈક ન કરી. 
  • પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તથા પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ સ્ટેજ પર પહોંચ્યા. મનમોહન સિંહ સ્ટેજ પર હાર્દિક પટેલને મળ્યા હતા અને તેને અભિનંદન આપ્યા. મંચ પર પ્રિયંકા ગાંધીના આવતા જ જનમેદનીમાં ચીચીયારીઓ પડી હતી.

સ્ટેજ પર તડકાને કારણે હેરાન થયા નેતાઓ, ત્યારે લોકો તો ત્રણ કલાકથી તડકામાં તપ્યા
સ્ટેજ પર સીધા આવતા તાપના કારણે કોંગ્રેસના નેતાઓ પરેશાન થયા હતા. ડો.મનમોહનસિંહ સૌથી વધુ પરેશાન જોવા મળ્યા હતા. તડકાને કારણે સોનિયા ગાંધી પાછળની તરફ ત્રીજી હરોળમાં જતા રહ્યા હતા. તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પ્રથમ હરોળમાં એક તરફ સ્થાન લીધું. સ્ટેજ પરના તમામ નેતાઓ સૂર્યપ્રકાશથી પરેશાન થયા. ડો.મનમોહન સિંહ સતત હાથથી તડકો રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે સભામાં ઉપસ્થિત લોકો ત્રણ કલાકથી સભામાં બેસેલા છે. ત્યારે અનેક લોકો તાપને કારણે પરેશાન જોવા મળ્યા હતા. 

HardikSabha.JPG

હાર્દિકે ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા
તેણે મંચ પરથી લોકોને પૂછ્યુ હતું કે, કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય યોગ્ય છે કે નહિ. તેણે સંબોધનમાં કહ્યું કે, આ દેશને જેઓ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે તેથી હું કોંગ્રેસમાં આવ્યો છું. આપણે એવા લોકો સામે લડવાનુ છે, જેઓ બંધારણ અને ભારતના ઈતિહાસની વિરુદ્ધ છે. તેથી કોંગ્રેસમા જોડીને ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણીમાં ઈમાનદારી અને દિલથી ગુજરાતમાં વધુ સીટ જીતવી આપણી નૈતિક જવાબદારી છે. હવે શરૂઆત થશે, હેવ ભેગા થઈ છીએ, હવે મજાનો વિષય છે. નોટબંધી કરતા સમયે રિઝર્વ બેંકની પણ મંજૂરી લેવાઈ નહોતી. તાનાશાહી ચલાવે છે. હાર્દિકે સ્ટેજ પરથી ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. 

હાર્દિક પટેલને પહેલી હરોળમાં મળ્યું સ્થાન
હાર્દિક પટેલે આજે કોંગ્રેસ પક્ષ જોડવાની અને જામનગરથી સીટ પર લોકસભાનું ઈલેક્શન લડવાની જાહેરાત કરી હતી. ત્યારે આ સભા સ્થળ પર હાર્દિક વિધીવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. હાર્દિક પટેલ સરદાર પટેલ સ્મારક પર પણ રાહુલ ગાંધીને મળવા પહોંચ્યો હતો. તો હાલ અલ્પેશ ઠાકોર પણ સ્ટેજ પર ઉપસ્થિત છે. કોંગ્રેસના સિનીયર નેતાઓ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીઓને પાછળ બેસાડવામાં આવ્યા. જ્યારે કે હાર્દિક પટેલને આગળની હરોળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તુષાર ચૌધરી, નારણ રાઠવા, જગદીશ ઠાકોરને પણ પાછળની હરોળમાં બેસાડવામાં આવ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news