કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરત શહેરમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર માસ્ટર માઈન્ડ ડ્રગ્સ માફિયા અનિશખાન ઉર્ફે અનીશ મામુ મુંબઈ ગોવંનડીના શિવાજી નગરમાં કોઈ જગ્યાએ છુપાયો છે.

કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ્યો

ઝી બ્યુરો/સુરત: શહેરમાં ડ્રગ્સના દુષણ ને ફેલાવનાર મુખ્ય આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આરોપી અનિશખાન ઉર્ફે મામુ મેફેદ્રોન ડ્રગ્સના 4 જેટલા ગુનાઓમાં વોન્ટેડ હતો. સુરતમાં અલગ અલગ પેડલરો ને ડ્રગસ સપ્લાય કરતો હતો અને બદલામાં તે પાંચથી દસ હજાર જેટલું કમિશન તેમને ચૂકવતો હતો. સમગ્ર ગોરખ ધંધો તે મુંબઈથી ઓપરેટ કરતો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરત શહેરમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર માસ્ટર માઈન્ડ ડ્રગ્સ માફિયા અનિશખાન ઉર્ફે અનીશ મામુ મુંબઈ ગોવંનડીના શિવાજી નગરમાં કોઈ જગ્યાએ છુપાયો છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ છે અલગ અલગ ટીમો બનાવી હતી અને આ વિસ્તારમાં બે દિવસ સુધી રોકાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ કર્મચારીઓ ઓલા કારના ડ્રાઇવર બની આ વિસ્તારમાં સતત બે દિવસ સુધી તપાસ કરી હતી. આખરે ક્રાઈમ બ્રાન્ચ ના હાથે સફળતા લાગી હતી. ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ માફિયા એવા અનિસ ખાન ઉર્ફે મામુને ઝડપી પાડ્યો હતો. 

પોલીસ પુછપરછ આરોપીએ કબૂલાત કરી હતી કે, સુરત શહેરમાં ચોરી છુપીથી ડ્રગ્સ વેચાણ કરતા પેડલરો સાથે સંપર્ક કરી તે ડ્રગ્સનો માલ લઈ પોતાના પેડલરો મારફતે સુરત શહેરમાં લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મોકલતો હતો. આશરે છ એક મહિના પહેલા આ અનીસમામુ પોતાની બર્ગમેન મોપેડ લઈને જતો હતો ત્યારે તેનુ એક્સીડન્ટ થતા એક પગમાં ફેકચરની ઈજા થયેલ. જેથી તે ચાલી શકે તેમ ન હોય પોતે મુંબઈથી સુરત શહેરમાં જુદી જુદી ટ્રેનોમાં તથા રોડ માર્ગે એમ.ડી. ડ્રગ્સ સપ્લાય કરવાનુ નેટવર્ક ચલાવતો હતો. જેનુ સંચાલન મુંબઈના ગોવન્ડીથી બેઠાબેઠા કરતો હતો. 

આરોપી વિરુદ્ધ નોંધાયેલા ગુના, જેમાં તે વોન્ટેડ હતો.

1.સલાબતપુરા પોલીસ મથકમાં 19.74 લાખનું ડ્રગ્સ
2.ક્રાઇમબ્રાંચમાં 25.23 લાખનું ડ્રગ્સ
3.પાલ પોલીસ મથકમાં 3.22 લાખ નું ડ્રગ્સ
4.રાદેરમાં 3.15 લાખનું ડ્રગ્સ

આરોપી અનિશ ખાન અગાઉ રાંદેર વિસ્તારમાં રસ્તા ઉપર કપડા વેચતો હતો જેને કારણે તેને અલગ અલગ લોકો સાથે સંપર્ક પણ થયો હતો અને ત્યારબાદ ધીરે-ધીરે શરૂઆતમાં તેને ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું અને બાદમાં તેની નીચે પેડલરો રાખી આખેઆખો ડ્રગ્સ નું નેટવર્ક ચલાવતો હતો. 

સુરતમાં એક બે નહીં પરંતુ અગણિત એવા પેડલરો હાલ અનિસખાન માટે કામ કરી રહ્યા છે આ તમામ લોકોને પાંચથી દસ હજાર જેટલું કમિશન ચૂકવવામાં આવતું હતું પરંતુ અનિશ આ ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો તે અંગે હજી કોઈ પણ પ્રકારની માહિતી પોલીસને મળી નથી. જો પોલીસ અનિશ ખાનની કડક પૂછપરછ હાથ ધરશે તો સમગ્ર દેશનું મોટું ડ્રગ્સ નેટવર્ક બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહેલી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news