IPL 2020 Schedule: આઈપીએલનો કાર્યક્રમ જાહેર, પ્રથમ મેચમાં મુંબઈ અને ચેન્નઈ વચ્ચે ટક્કર


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આઈપીએલની 13મી સીઝનનો પ્રારંભ ધોની અને રોહિતની સેનાની ટક્કર સાથે થવાનો છે. 

IPL 2020 Schedule: આઈપીએલનો કાર્યક્રમ જાહેર, પ્રથમ મેચમાં મુંબઈ અને ચેન્નઈ વચ્ચે ટક્કર

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ  (IPL 2020)નો નવો કાર્યક્રમ રવિવારે જાહેર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અનુસાર ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે 19 સપ્ટેમ્બરે અબુધાબીમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થશે. 

આ કારણે કાર્યક્રમ જાહેર થવામાં થયો વિલંબ
હકીકતમાં ટૂર્નામેન્ટનો કાર્યક્રમ પહેલા જાહેર થવાનો હતો, પરંતુ આ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સના બે ખેલાડી કોરોનાથી સંક્રમિત થયા હતા. હવે માહિતી મળી કે ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ટીમે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. સુપર કિંગ્સે યૂએઈમાં 28 ઓગસ્ટથી પ્રેક્ટિસ શરૂ કરવાની હતી, પરંતુ તેના કેમ્પમાં 13 સભ્યો (બે ખેલાડી અને 11 સપોર્ટ સ્ટાફ) પોઝિટિવ આવ્યા બાદ તેને ટાળવી પડી હતી. 

— ANI (@ANI) September 6, 2020

કોમેન્ટ્રી ટીમ થઈ ગઈ છે જાહેર
બીસીસીઆઈએ સાત કોમેન્ટ્રેટર પણ ફાઇનલ કરી લીધા છે. તેમાં સુનીલ ગાવસ્કર, લક્ષ્મણ શિવરામકૃષ્ણન, મુરલી કાર્તિક, દીપ દાસગુપ્તા, અંજુમ ચોપડા, રોહન ગાવસ્કર અને હર્ષા ભોગલે સામેલ છે. આ બધા 10 સપ્ટેમ્બરે યૂએઈ જવા રવાના થશે. તેને બે પેનલમાં વિભાજીત કરવામાં આવ્યા છે. એકને દુબઈ અને શારજાહ માટે બેઝ આપવામાં આવ્યો છે, જ્યારે બીજો બેઝ અબુધાબી હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news