IND vs BAN: સિરીઝ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મળ્યો મોટો ઝટકો, મેચ વિનિંગ ખેલાડી બહાર થયો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ આવતી કાલે 4 ડિસેમ્બરથી એટલે કે રવિવારથી શરૂ થઈ રહી છે. ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં બંને વચ્ચે પહેલી વનડે રમાશે. ત્યારબાદ બીજી વનડે 7 ડિસેમ્બરે ઢાકામાં રમાશે. સિરીઝની ત્રીજી અને છેલ્લી વનડે 10 ડિસેમ્બરે ચટગાંવમાં રમાશે. પણ આ સિરીઝ શરૂ થાય તે પહેલા જ ટીમનો એક મેચ વિનર ખેલાડી બહાર થઈ ગયો છે. 

IND vs BAN: સિરીઝ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મળ્યો મોટો ઝટકો, મેચ વિનિંગ ખેલાડી બહાર થયો

Mohammad Shami Ruled Out: બાંગ્લાદેશ વિરુદ્ધ સિરીઝ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો મળ્યો છે. ટીમના અનુભવી બોલર મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થયા છે. જેને પરિણામે તેમણે સમગ્ર સિરીઝમાંથી બહાર થવું પડ્યું છે. શમીના હાથમાં ઈજા થઈ હોવાનું કહેવાય છે. એટલું જ નહીં તેઓ 14 ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝનો પણ ભાગ નહીં બની શકે. શમી ટી20 વર્લ્ડ કપ-2022નો ભાગ હતા અને તેઓ આ વૈશ્વિક ટુર્નામેન્ટ બાદ મેદાન પર ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા. 

ટીમ ઈન્ડિયાના સીનિયર પેસર મોહમ્મદ શમી હાથમાં ઈજાના કારણે બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે સિરીઝનો ભાગ બની શકશે નહીં. બીસીસીઆઈના જણાવ્યાં પ્રમાણે શમીને ઓસ્ટ્રેલિયાથી પાછા ફર્યા બાદ એક ટ્રેનિંગ સેશન દરમિયાન ઈજા થઈ હતી. હવે 14 ડિસેમ્બરથી ચટગાંવમાં શરૂ થનારી બે ટેસ્ટ મેચોની આગામી સિરીઝમાં પણ તેમનું રમવું શંકાસ્પદ છે. 

રોહિત-દ્રવિડની ચિંતા વધી
બીસીસીઆઈના સૂત્રોના હવાલે પીટીઆઈ ન્યૂઝે જણાવ્યું છે કે શમીએ એક ડિસેમ્બરે ટીમ સાથે પ્રવાસ શરૂ કર્યો નહીં. શમીની ઈજા કેટલી ગંભીર છે તે અંગે બીસીસીઆઈ તરફથી અધિકૃત અપડેટ આવ્યું નથી. 33 વર્ષના આ પેસરનું ઈજાગ્રસ્ત થવું કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિપડ માટે ચિંતાની વાત છે. શમી આગામી વર્ષે થનારા વર્લ્ડ કપ માટે ભારતની યોજનાનો એક અભિન્ન હિસ્સો છે. જો શમી ટેસ્ટ સિરીઝ નહીં રમે તો ભારતની પરેશાની વધી શકે છે. ભારતને જૂનમાં ઓવલમાં થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલની દોડમાં જળવાઈ રહેવા માટે દરેક મેચ જીતવી જરૂરી છે. 

ટેસ્ટમાં શમી જરૂરી
બીસીસીઆઈ સૂત્રોએ નામ ન છાપવાની શરતે કહ્યું કે શમીની 3 વનડે મેચોની સિરીઝમાં ગેરહાજરી ચોક્કસપણે મોટી વાત છે. પરંતુ ચિંતા ટેસ્ટમાં તેમની ગેરહાજરીની છે જ્યાં તેમણએ જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરવાનું છે. શમીએ ટેસ્ટ ક્રિકેટમાં 60 મેચોમાં 216 વિકેટ લીધી છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

ઉમરાન મલિકને મળી તક
બીસીસીઆઈની પ્રેસ વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે કે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે સિરીઝ માટે ટ્રેનિંગ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી. શમી હાલ એનસીએમાં બીસીસીઆઈની મેડિકલ ટીમની નિગરાણીમાં છે અને તે ત્રણ મેચોની સિરીઝમાં ભાગ લઈ શકશે નહીં. તેની જગ્યાએ ઉમરાન મલિકની પસંદગી કરાઈ છે. 

— ANI (@ANI) December 3, 2022

અત્રે જણાવવાનું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ આવતી કાલે 4 ડિસેમ્બરથી એટલે કે રવિવારથી શરૂ થઈ રહી છે. ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં બંને વચ્ચે પહેલી વનડે રમાશે. ત્યારબાદ બીજી વનડે 7 ડિસેમ્બરે ઢાકામાં રમાશે. સિરીઝની ત્રીજી અને છેલ્લી વનડે 10 ડિસેમ્બરે ચટગાંવમાં રમાશે. ત્યારબાદ 14 ડિસેમ્બરથી બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news