Fifa World Cup 2022: ફીફા વિશ્વકપની સત્તાવાર સ્પોન્સર બની ભારતીય ફર્મ BYJU'S

BYJU'S Fifa World Cup 2022 Sponsor: ભારતીય એડ ટેક ફર્મ બાયજૂસ કતરમાં રમાનાર ફીફા વિશ્વકપ 2022ની સત્તાવાર સ્પોન્સર બની ગઈ છે. વિશ્વકપનું આયોજન આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં થવાનું છે. બાયજૂસ ફીફા વિશ્વકપ સાથે જોડાનાર પ્રથમ ભારતીય ફર્મ છે. 

Fifa World Cup 2022: ફીફા વિશ્વકપની સત્તાવાર સ્પોન્સર બની ભારતીય ફર્મ BYJU'S

નવી દિલ્હીઃ ફીફા વિશ્વકપ 2022નું આયોજન નવેમ્બર-ડિસેમ્બરમાં કતરમાં થવાનું છે. ટૂર્નામેન્ટની શરૂઆત 21 નવેમ્બરે થશે અને ફાઇનલ મુકાબલો 18 ડિસેમ્બરે રમાશે. ફીફા ફુટબોલ વિશ્વકપને ઓલિમ્પિક બાદ સ્પોર્ટ્સની બીજી સૌથી મોટી ઈવેન્ટ માનવામાં આવે છે. તેમાં દુનિયાના 32 દેશ ભાગ લેશે. ભારતીય એડ ટેક ફર્મ બાયજૂસ કતરમાં રમાનાર ટૂર્નામેન્ટ માટે સત્તાવાર સ્પોન્સરના રૂપમાં જાહેર કરવામાં આવી છે. 

બાયજૂસ ફુટબોલ વિશ્વકપ સાથે જોડાનારી પ્રથમ ભારતીય ફર્મ
બાયજૂસની પાસે હવે ફીફા વિશ્વકપના ચિન્હ, પ્રતીક અને સંપત્તિ સુધી પહોંચ હશે. તે જાહેરાતમાં તેનો ઉપયોગ કરી શકે છે. જેનાથી દુનિયાભરમાં ફુટબોલ ફેન્સ સુધી તેની પહોંચ હશે. ફર્મે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેની જાણકારી આપી છે. 

This would make BYJU’S the first EdTech brand to sponsor this prestigious event globally.

Stay tuned for more updates! #FIFAWorldCup pic.twitter.com/4M9cfHT5AN

— BYJU'S (@BYJUS) March 24, 2022

ફીફાના મુખ્ય કોમર્શિયલ અધિકારી કે મદતીએ કહ્યુ, ફીફા સકારાત્મક સામાજિક પરિવર્તન લાવવાના લક્ષ્યની દિશામાં ફુટબોલની શક્તિનો ઉપયોગ કરવા માટે સમર્પિત છે. અમને બાયજૂસ જેવી કંપની સાથે ભાગીદારી કરી ખુશી થઈ રહી છે. જે સમુદાયોને પણ સામેલ કરી રહી છે અને દુનિયામાં યુવા લોકોને સશક્ત બનાવી રહી છે. 

બાયજૂસના સંસ્થાપક અને સીઈઓ બાયજૂ રવીંદ્રને કહ્યુ, અમે ફીફા વિશ્વકપ કતર 2022ને પ્રાયોજિત કરવા માટે ઉત્સાહિત છીએ, જે દુનિયાની સૌથી મોટી સિંગલ સ્પોર્ટ્સ ઈવેન્ટ છે. આ રીતે વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને શિક્ષણ તથા ખેલના એકીકરણનું ચેમ્પિયન બનવું અમારા માટે ગર્વની વાત છે. રમત જીવનનો ભાગ છે અને દુનિયાભરના લોકોને એક સાથે લાવે છે. જે રીતે ફુટબોલ અબજોને પ્રેરિત કરી શકે છે, તે રીતે અમે બાયજૂસની આ ભાગીદારીના માધ્યમથી દરેક બાળકના જીવનમાં શીખવાના પ્રેમને પ્રેરિત કરવાની આશા રાખીએ છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news